દુઃખદ સમાચાર

લોકલ ન્યૂઝ ચેનલના જન્મદાતા પ્રયોગશીલ પત્રકાર મહેન્દ્રભાઈનો આજે સૂર્યોદયે દુઃખદ અવસાન


મિલન કુવાડિયા
ભાવનગર ને વરિષ્ઠ પત્રકાર ની મોટી ખોટ પડી આવી-પત્રકાર જગતમાં ભાવનગર ને ઘણું જ નવું આપ્યું મહેન્દ્રભાઈ ગોહિલે

આજે વહેલી સવારે એક વજ્રઘાત જેવા સમાચાર આવતા જ થોડી વાર માટે મન શાંત થઈ ગયું. ભાવનગરના પત્રકાર જગતનો ઝળહળતો સૂરજ એવા મહેન્દ્રભાઈ ગોહિલનો આજે વહેલી સવારે અસ્થ થઈ ગયો. અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા મહેન્દ્રભાઈ . ભાવનગર ના પત્રકાર જગતને મહેન્દ્ર ભાઈ એ ઘણું નવું આપ્યું હતું. પત્રકાર સાથે તેઓ સારા સફળ કવિ, ચિત્રકાર સર્જક હતા. સમાચારોમાં મથાળા અને હેડિંગ આપવાની તેમની એક આગવી કલા હતી. ભાવનગર માં સૌ પ્રથમ લોકલ ન્યૂઝ એમને શરૂ કરી પત્રકાર જગતમાં એક નવા યુગનો આરંભ તેમને કર્યો હતો. પત્રકાર જગતમાં તેમને નવી ટેકનોલોજીના સહારે સોશ્યલ મીડિયા માં પણ તેમને વોટ્સએપ પેપર ની શરૂઆત કરી. આજે ભાવનગર પત્રકાર જગતને બવ મોટી ખોટી પડી આવી છે જે પુરી પડે તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here