રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બલવંતભાઈ મહેતા ની મિલકત નો મામલો, સર્વન્ટ ઓફ પીપલ્સ સોસાયટી બલવંત ભવન નો કાર્યભાર સંભાળી રહી છે.

અત્યારસુધી કાર્યભાર સંભાળતા કિર્તીભાઈ પંડ્યાનું થયું નિધન, બલવંત ભવનનો હવે કોણ સંભાળશે કાર્યભાર.

કિર્તીભાઈ પંડ્યાનું નિધન થતા હવે દિલ્લીથી ટ્રસ્ટ ના લોકો આવી પહોચ્યા, ટ્રસ્ટ અને સાથે રહેલા લોકોને બલવંત ભવનમાં પ્રવેશતા અટકાવાયા.

કિર્તીભાઈના વારસોને બલવંત ભવનમાં રહેવાની મંજુરીનો કોઈ ઉલ્લેખ ટ્રસ્ટ માં નથી.


મિલન કુવાડિયા
ભાવનગરના રૂપાણી સર્કલ નજીક આવેલ સર્વન્ટ ઓફ પીપલ્સ સોસાયટી , લોક સેવામંડળ ભાવનગર સંચાલિત “બલવંત ભવન” કે જેનો અત્યારસુધી કાર્યભાર કિર્તીભાઈ પંડ્યા નામના વ્યક્તિ સંભાળતા હતા. થોડા દિવસ પૂર્વે કિર્તીભાઈ પંડ્યાનું નિધન થતા ફરી સર્વન્ટ ઓફ પીપલ્સ સોસાયટી,દિલ્લી દ્વારા તેમના પ્રતિનિધીઓને અહી કાર્યભાર સંભાળવા મોકલતા કિર્તીભાઈના પુત્ર અને પૌત્ર તેમાં બાધારૂપ બનતા હાલ મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયારે આ મામલે શહેર ભરમાં ચકચાર મચી છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા કે જેમની સ્વપાર્જીત અનેક મિલકતો વિવિધ શહેરોમાં બળવત ભવન કે અન્ય નામે આવેલી છે. આ મિલકતોને સર્વન્ટ ઓફ પીપલ્સ સોસાયટી ટ્રસ્ટ હેઠળ લોકોની સેવા માટે સોપી દેવામાં આવેલ છે.

જેમાં ભાવનગરના રૂપાણી સર્કલ નજીક આવેલ બલવંત ભવન નો કાર્યભાર લોક સેવામંડળ ભાવનગર માટે જે તે સમયે નિયુક્ત કિર્તીભાઈ પંડ્યા સંભાળતા હતા. બલવંત ભવનનો ઉપયોગ લોકોના આરોગ્ય લક્ષી, શૈક્ષણિક અને વિવિધ ઉમદા હેતુસર કરવામાં આવે છે. જેમાં કિર્તીભાઈ પંડ્યા નું થોડા દિવસો પૂર્વે નિધન થતા આજે તેની શોકસભા યોજાય હતી. જેમાં સામેલ થવા તેમજ આ ભવન નો વિધિવત ચાર્જ લેવા ૩ સભ્યોની ટીમ દિલ્લીથી ભાવનગર આવી હતી. જેમાં આ ત્રણ સભ્યોની સાથે ભાવનગર ના સ્થાનિક અન્ય લોકો પણ સામેલ હોય અને આ લોકો બલવંત ભવનમાં છેલ્લા થોડા સમય થી થઇ રહેલી સારી-નરસી તમામ કામગીરી થી વાકેફ હોય અને જેને લઇ આજે કિર્તીભાઈના પુત્ર અને પૌત્ર દ્વારા દિલ્લીથી આવેલા ૩ સભ્યો અને સાથે રહેલાને બલવંત ભવનમાં પ્રવેશ અટકાવતા મામલો ગરમાયો હતો.

દિલ્લીથી આવેલા ત્રણેય સભ્યો નજીકના પોલીસ મથકે દોડી ગયા હતા અને આ બાબતે રજૂઆત કરી હતી. તેમના કહેવા મુજબ અત્યારસુધીની આ બલવંત ભવનનો કાર્યભાર કિર્તીભાઈ ને જ સોપવામાં આવ્યો હતો અને તેમાં વારસાગત કાર્યભારનો કોઈ ઉલ્લેખ નથી ત્યારે દિલ્લીથી તેઓ આ ભવન નો ચાર્જ લેવા અને અહી રહી તેમાં આરોગ્ય, શૈક્ષણિક અને અન્ય સેવાઓ લોકો માટે કાર્યરત કરશે. જેથી પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી બલવંત ભવન પહોચ્યા હતા. કિર્તીભાઈ ના પુત્ર સાથે આ અંગે વાતચીત કરી હતી.કરોડો રૂ.ની કીમત ની આ જગ્યા ટ્રસ્ટ ના નેજા હેઠળ હોય તેને કોઈ વહેચી ના શકે આમ છતાં બલવંત ભવન નો સોદો કરવાની હિલચાલ થી ચકચાર મચી છે.જેને લઇ સ્થાનિક હિતેચ્છુ ઓ ફરી આ બલવંત ભવન કાર્યરત બને તે દિશામાં દિલ્લી ના લોકો સાથે જોડાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here