ભાવનગરના ગોહિલ પિનાકીન દર વર્ષ માફક આ વર્ષે કપરાકાળમાં સાદગી પૂર્વક કરશે ઉજવણી, છેલ્લા ૧૦ વર્ષથી પીનાકિન બીગબીના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે

સલીમ બરફવાળા
અમિતાભ બચ્ચન બિગ બી ના ૭૮ માં જન્મ દિવસ ની ઉજવણી ભાવનગર ના ગોહિલ પિનાકીન કરી રહ્યા છે તેમાં કોરોના મહામારી ના સમય ને ધ્યાન માં રાખી ખૂબજ સાદકી પૂર્વક ઉજવણી કરીશું તેમાં ભાવનગર બેટી બચાઓ અભિયાન અંતર્ગત ૨૧ દીકરીઓને થેલેસેમિયા ના દર્દી છે તેમણે સ્કૂલ બેગ કીટ અને ૭૮ માસ્ક નું વિતરણ મહાનુભાવો ના હાથે કરશે ભાવનગરના ગોહિલ પિનાકીન છેલ્લા ૧૦ વર્ષ થી જન્મ દિવસ ની ઉજવણી કરે છે.

જેઑ પોતે લેડિસ ટેલર નું કામ કરે છે અને સાથે લગ્ન પ્રસંગે જન્મ દિવસ ક્રિસમશ જેવા પ્રસંગો માં ડાન્સ પ્રોગ્રામ કરી તેમાથી જે આવક થાય તેનો ઉપયોગ કરી અને બચ્ચન ના સ્ટેચ્યુ ના ૫૦ જેટલા ડ્રેસ કોડ બનાવે છે તે પેહરી અને ડાંસ પ્રોગ્રામે પણ કરે છે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અમિતાભ બચ્ચન એ ગુજરાત ના બ્રાન્ડ અમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ ખૂશ્બુ હૈ ગુજરાત કી અને તેવી જ રીતે ભાવનગર ના જુનિયર બચ્ચન ગોહિલ પિનાકીનને મુખ્યમંત્રી આવાસ યોજના માં ફ્લૅટ ફાળવવામાં આવે જ્યાં તે ઑએ અમિતાભ બચ્ચન નું મ્યુસિયમ બનાવી અને તેમણે મ્યુસિયમ ૨૦૨૦ માં ખુલ્લુ મૂકવામાં આવશે.

આ બગીચા નું સ્ટેચ્યુ બનાવવાનો શ્રેય રાજેશ ભાઈ મૂલીયાં વાળા ને ફાળે જાય છે કોરોના કોવિડ ૧૯ ના સમય ગાળા દરમ્યાન જિગલી ખજૂર નિતિન જાની તરૂણ જાની સાથે લોકડાઉન માં યૂટ્યૂબ ચેનલ ફેમસ કોમેડી શો માં ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન ને સાથે કામ કરવાની તક મળેલ અને ૧૧૧ એપિસોડ બનાવી ગુજરાત માં નહીં પણ સમગ્ર ભારત તથા વિશ્વ માં અગણિત ફોલ્લોઅર્સ બનાવ્યા છે તે હકીકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here