સીએમ રૂપાણીએ ભાવનગર પોલીસ આવસનું કર્યું ઇ-લોકાર્પણ, રૂપિયા ૪૧.૩૬ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ, સીએમ રૂપાણીએ કોરોના અંગે પણ આપી માહિતી

મિલન કુવાડિયા
ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું. કાયદાઓ વધુ કડક બનાવી અસામાજિક તત્વો-ગુંડાગર્દી કરનારાઓ સામે સખ્તાઇથી પેશ આવી હુલ્લડ મુકત સુખી-સમૃદ્ધ-શાંત સુખી-સમૃદ્ધ-શાંત ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું છે. ૪૧ ૩૬ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણને લઇને સંબોધનમાં કોરોના અંગે પણ માહિતી આપી હતી. સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૦ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યની કુલ વસ્તીના ૮ ટકા વસ્તીના કોરોના ટેસ્ટ થયા.

સીએમ રૂપાણીએ કોરોનાને લઇને માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં રિકવરી રેટ ૮૭ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાતી મૃત્યુ દર ઘટીને ૩ ટકા થયો. જો આ ઇ-લોકાર્પણમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં ૩ વર્ષમાં ૪૦ હજાર પોલીસની ભરતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here