ખરાબ રસ્તાની ઊડતી ધુળ ગ્રામજનોના સ્વાસ્થ માટે હાનિકારક


દેવરાજ બુધેલીયા
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નંબર એકાવન જ્યારથી કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી કામ મોડું થઈ રહ્યું છે ઉપરાંત અનેક વિવાદો ચગી રહ્યા છે. અહીં વરસાદના કારણે ભાવનગર થી મહુવા સુધી મસમોટા ખાડાઓ પડી ગયા છે તો બીજી તરફ ધુલિયો માર્ગ બની ગયો છે નેશનલ હાઇવે. અહીં વાહનવ્યવહાર મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યો છે. ત્યારે ભાવનગર રોડ ઉપર આવેલ તણસા ગામ નજીક ડામર રોડ દેખાતો જ બંધ થઈ ગયો છે જેને લઈને ધુળોની ડમરીઓ ઉડે છે. આ રોડ ઉપર આવેલ રોડ ટચ દુકાનો માં તેમજ આસપાસના રહેણાક વિસ્તારમાં પણ ધુળો ભરાઈ રહી છે. જેને લઈ લોકોના સ્વાસ્થ ઉપર ધુળો ની અસર પડી રહી છે.

જેને માટે કિસાન એકતા સમિતિના અધ્યક્ષ દશરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ધૂળને કારણે પાક પણ ખરાબ થઈ રહ્યો છે અને ગ્રામજનો માં આંખો ના રોગો અને ઉધરસ થવાની ભીતિ રહેલી છે. રોડ ને તાત્કાલિક રીપેર કરવા માટે થઈને નેશનલ હાઇવે ઓથેરેટી ના અધિકારીઓ આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગે છે. આ અંગે ગ્રામજનો દ્વારા સદભાવના કોન્ટ્રકટર ને મળીને મૌખિક રજુઆત કરતા તેમના દ્વારા ડામર મ હોવાનું જણાવ્યું હતું અને ધૂળ ન ઉડે તે માટે બે ટાઈમ રસ્તાઓ ઉપર પાણી છાટી દેશું તેવો જવાબ મળ્યો હતો. આ નવા નેશનલ હાઇવેને લઈને ભાવનગર જિલ્લાના બની બેઠેલા એક પણ મંત્રી યોગ્ય ધ્યાન નથી આપતા તે તો આ રસ્તાની દશા જોતા લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here