કોર્પોરેશનના દરવાજાઓ બંધ કરી દેવાતા કાર્યકરોનો હોબાળો


બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરમાં રખડતા ઢોરના વર્ષો જુના પ્રશ્નને લઈ અને આજે કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. શહેરના રૂપમ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માલઘારી સમાજની માફક પહેરવેશ ધારણ કરી હાથમાં લાઠીઓ સાથે રસ્તા પરના ઢોર ને હટાવતા રેલી સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ પહોંચી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે આ ત્રાસ માંથી ભાવનગરની મુક્તિ થાય તે અંગે રજૂઆત કરી હતી.ભાવનગર શહેરમાં વર્ષોથી રખડતા ઢોર અને ખુટીયાઓ આતંક મચાવી રહ્યાં છે રખડતા ઢોરે અડફેટે લેતા આજ સુધીમાં બે લોકોએ જીવ ગુમાવ્યો અને અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. રખડતાં ઢોરને પકડી લેવા માટેની રજુઆતો કરી હતી તેમજ સાઘારણ સભામાં પણ અનેકવાર પ્રશ્નો ઉઠયા હતાં.જાગૃત નાગરિકે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

કોર્પોરેશનના અધિકારીઓ દરેક વખતે રખડતાં ઢોરનો ત્રાસ દુર કરવાની ખાતરી આપે અને બે ચાર દિવસ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી ફરી હતી એજ સ્થિતિ માં દશા ફેરવાય હતી.500 કરતાં રખડતાં ઢોર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠા અને ઉભા હોય છે ,જ્યારે માર્ગો પર આખલા યુદ્ધ થી અનેક લોકો ઘાયલ કે વાહનો ને નુકશાન પણ થયું છે એટલે કે આ યુદ્ધમાં વાહનોનો કચણઘાણ નીકળી જવાની ઘટનાઓ બની છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા રખડતાં ઢોરના મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ઢોરના ત્રાસથી પરેશાન નગરજનોની મુશ્કેલીને હલ કરવા આ કાર્યક્રમ યોજ્યો હતો.

કોંગ્રેસ દ્વારા ઢોરના ત્રાસની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ માલધારીનાં વસ્ત્રો પરિધાન કરી રેલી સ્વરૂપે નિકળી ઢોરને હાંકતા હાંકતા કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા.રેલી આવતા કોર્પોરેશન કચેરીના દરવાજાઓ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કચેરીમાં જવા માટે ભારે સુત્રોચ્ચાર પોકારી મથામણ કરતાં જેટલા કોંગ્રેસી આગેવાનો એ કમિશ્નરને આવેદન પત્ર પાઠવીને રખડતા ઢોરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here