ભાવેના ન્યૂઝ દ્વારા વિજેતાઓ ને સન્માનિત કરાશે

મિલન કુવાડિયા
કોરોનાની મહામારીને ધ્યાને લઈને પૂર્વ ગરબા મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશ્વના દરેક ખૂણેથી લોકોએ ઓનલાઈન જોડાઈ ને સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિર્ણાયકો દ્વારા આ સ્પર્ધાઓ ના વિજેતાઓ નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મળેલ સફળતા બાદ શરદપુનમ ના દિવસે રૂપલબા મહાવીરસિંહ રાઓલ ( તલવારબાજી ટ્રેનર) દ્વારા રાજપૂત સમાજના કલચર ને ધ્યાનમાં રાખીને ઘુમર અને તલવારબાજી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. રાજપૂત સમાજની આ કલાને સમાજની દિકરીઓ માં જીવંત રાખવા અને લોકો સુધી આ કલા પહોંચાડવા નો અનેરો પ્રયાસ રૂપલબા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દિકરીબાને ભાવનગરના ભાવેના ન્યૂઝના તંત્રી મહિપતસિંહ જાડેજા દ્વારા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here