સિહોર સાથે જિલ્લાની સ્કૂલોમાં વિધાર્થીઓની ૫૦% ફી માફી કરવા બાબતે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદન રજુઆત

બ્રિજેશ ગૌસ્વામી
હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી માંથી પસાર થઈ રહ્યું છે.હાલ વિશ્વના તમામ દેશો કોરોના અને વૈશ્વિક મહામંદી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આપણો દેશ પણ આ પરિસ્થિતિથી બાકાત રહ્યો નથી. ભારતમાં અને ગુજરાતમાં પણ કોરોનાની મહામારીથી બચવા માટે ૨૧ માર્ચથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતુ જેના કારણે તમામ ધંધા – રોજગાર ઠપ થઇ જતાં વેપારી વર્ગ , ખેડૂત વર્ગ , મજુરીયાત વર્ગ આ તમામ લોકોની પરિસ્થિતિ અંત્યત કફોડી બની ગઈ છે. ત્યારે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા શાળાઓ અનેં કોલેજોની ઉધરાવતી શિક્ષણ ફી ને લઈને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં રાજ્યમાં લોકડાઉનના કારણે ૧૬ માર્ચથી તમામ શાળાઓ બંધ છે અને તમામ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવામાં આવ્યું હતું.

ત્યારે જો શાળાઓ અને શૈક્ષિણક કાર્ય બંધ હોઇ તો અને હાલ તમામ વર્ગની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઇ ત્યારે વિધાર્થીઓ પાસેથી ફી લેવાનો પ્રશ્ન જ ઉઠતો નથી પરંતુ અનેક શાળાઓ અને કોલેજો દ્વારા ફી ની ઉઘરાણી કરવામાં આવી રહી છે જે યોગ્ય બાબત નથી પરંતુ વધુમાં રાજ્ય સરકારે જ ૨૫ % ફી માફીની જાહેરાત કરીને ૭૫ % ફી ઉઘરાવવાનો પરવાનો શાળાઓને આપી દિધો છે જે ચિંતાજનક વિષય કઈ શકાય , ત્યારે જો દિવાળી પછી બધી શાળાઓ શરૂ થવાની હોઇ તો આવી પરિસ્થિતિમાં અમારી સરકાર સમક્ષ રજુઆત છે કે દરેક વિધાર્થીની ૫૦% ફી માફ કરવામાં આવે અને જે બાકી ૫૦ % ફિમાં પણ સરળ હપ્તાની પ્રકિયા અમલમાં મુકવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here