કાળીયાબીડના નવી ભગવતી સોસાયટીના બાળકો એ રાવણ બનાવી કર્યું દહન

દર્શન જોશી
કોરોના કાળને લઈને આશરે છ મહિનાથી વધારે સમયથી બાળકો ઘરે જ ભણી રહ્યા છે. ત્યારે આવા ફાજલ સમયમાં પણ બાળકો અવનવું વિચારીને પોતાના અંદર રહેલી કલા ને નિખાર આપી રહ્યા હોય છે. આ વર્ષે કોરોના ઇફેક્ટ ના લીધે નવરાત્રી ગરબા અને દશેરા ના રાવણ દહન નું આયોજન બંધ રાખવામાં આવેલ. ત્યારે ભાવનગર ના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નવી ભગવતી સોસાયટીમાં રહેતા બાળકો દ્વારા પોતાની જાતે રાવણ બનાવીને તેનું દહન કરવામાં આવ્યું હતું. અહીં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના શહેર અધ્યક્ષ ઘશ્યામસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા કરવામાં આવેલ રાવણ દહન ને વધાવી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here