ક્રાઈમ બ્રાન્ચે ચીકલીકર ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી, પોલીસે ચીકલીકર ગેંગના ચાર સભ્યો પાસેથી ૫૫૪૯૬૪ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો, ખંભાતથી દોઢ બે મહિને ચોરી કરવા માટે આવતો શખ્સ પોલીસના હાથે ઝડપાયો, ૩૩ ચોરીનો ભેદ ઉકેલાયો


મિલન કુવાડિયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીકલીકર ગેંગના એક મહિલા સહિત ચાર શખ્સોને સોના-ચાંદીના આભૂષણો અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ગેંગના સભ્યો બંધ મકાનને નિશાન બનાવતા હતા અને ચોરી કરતા હતા. ઝડપાયેલા શખ્સોએ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરેલી ૩૩ ચોરી કબૂલી હતી આખલોલ જકાતનાકા પાસે આવેલ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રહેતા ચીકલીકર ગેંગના સભ્યો રામસીંગ અર્જુનસીંગ બાવરી, શ્યામસીંગ અર્જુનસીંગ બાવરી, જ્યોતિકૌર અર્જુનસીંગ બાવરી અને વડોદરા વારસીયા ખાડી તલાવડી જુલેલાલ મંદિર પાસે રહેતો પ્રતાપસીંગ મનજીતસીંગ દુઘાળી સરદારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

આ ચારેય બે બાઈક પર હાદાનગરના નાકેથી પસાર થતાં હોય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને અટકાવી પૂછપરછ અને તપાસ કરતા શંકાસ્પદ ચોરીનો મુદ્દામાલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઈને આગવી રીતે પૂછપરછ કરતાં ભાવનગરના કાળીયાબીડ, ચિત્રા, ફુલસર, હિલડ્રાઈવ, દેસાઈનગર, વિજયરાજનગર, સિદસર રોડ, બોરતળાવ, વરતેજ સહિત ૩૩ મકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ચીકલીકર ગેંગના સભ્યો પાસેથી ૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે ૩ લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના, રોકડ અને બે બાઈક સહિત રૂ. ૫૫૪૯૬૪ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને આગળની પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે.

ચીકલીકર ગેંગના સભ્યો કોઈ પણ મકાનમાં ચોરી કરતાં પૂર્વે જે તે વિસ્તાર અને સોસાયટીમાં કોઈ પણ બહાને જઈને બંધ મકાનને ટાર્ગેટ નક્કી કરી રાત્રિના સમયે મકાનનાતાળા નકુચા તોડી ચોરી કરી નાસી જતા હતા. ૨ છરી, લોંખડના સળીયા, પોપટ પાનું, ૨ લોખંડના ગણેસીયા , સ્ક્રૂ ડ્રાઈવર, ટોર્ચ, લોખંડની મુંઠ સહિત ચોરી કરવાની તમામ તૈયારીઓ સાથે એક મહિલા સહિત ચીકલીકરના ચાર સભ્યો બાઈક પર નીકળ્યા હતા. હજુ વધુ મુદ્દામાલ અને વધુ વણશોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓ ખુલવાની શકયતા રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here