ગરાસિયા સમાજ દ્વારા દુર્ગા ઉત્સવની ઉજવણી કરવામાં આવી

મિલન કુવાડિયા
કોરોના મહામારી ને લઈને આ વખતે ગરબા વગરની નવરાત્રી સુની સુની રહી. ત્યારે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલ ના વડપણ હેઠળ ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ તેમજ પ્રમુખ શ્રીમતી ભૂમિબા ચુડાસમા નેજામાં સંસ્કૃતિ ના વારસા ગ્રુપ ના દીકરીબાઓ ગોહિલ નંદનીબા, જાડેજા હેતલબા, સરવૈયા ભુવનેશ્વરીબા, ગોહિલ શ્રુતિબા, સરવૈયા નિલમબા એ સફળતાપૂર્વક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આરતી ની થાળી નું ડેકોરેશન, ગરબાનું ડેકોરેશન, ઘુમ્મર, તલવાર રાસ તેમજ ગરબા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નયનાબા ગોહિલ, ક્રિષ્નાબા ગોહિલ, નીતાબા જાડેજા,રાજેશ્વરીબા જાડેજા એ દીકરીઓ ને પ્રોત્સાહિત કરવા ઇનામ આપ્યા હતા.કોરોનાની મહામારી ના કપરા સમયમાં નવરાત્રિનો આનંદ માણી શકે એ હેતુ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here