ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં બની રહેલી બળાત્કારની ઘટનામાં આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન, ૨૦/૨૫ ની અટકાયત


દેવરાજ બુધેલીયા
હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે યુવતીઓ મહિલાઓ અસુરક્ષાની ભાવના અનુભવી રહી છે ત્યારે દુષ્કર્મના બનાવોના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર ઓફિસ પાસે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારમાં મહિલાઓ સલામત નથી, મહિલા સન્માનની જાળવણી જેવા સૂત્રો લખેલા બેનરો હાથમાં રાખી દેખાવો યોજ્યા હતાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ ઓકટોબર બળાત્કાર વિરોધી દિન તરીકે જાહેર કરી કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે બળાત્કારની ઘટનાના વિરોધમાં ઘરણાં પ્રદર્શન યોજવામાં આવેલ.

જેમાં બળાત્કારની ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અને મહિલાઓની સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ કરી હતી અને કાર્યકરોએ મહિલાઓને ન્યાય આપો, બળાત્કારીઓને ફાંસી આપો તેવા સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના ૨૦ થી ૨૫ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી વિરોઘ કરવા ઉતરેલ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ઘજાગરા ઉડાડયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here