અગાઉ ઈમ્તિયાઝ શેખ ભાવનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. તરીકે ફરજના હતા, ISIS ના આતંકીને પડકવા ઈમ્તિયાઝ શેખની મહત્વની ભૂમિકા રહી છે

Darshan joshi
અગાઉ ભાવનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલ અને હાલ એટીએસ માં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ આઈ.જી શેખ ને હોમ મિનિસ્ટ્રી દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ભાવનગરમાં ફરજ દરમિયાન તેમને કાયદો અને વ્યવસ્થા જાળવવા સુપર્બ કામગીરી કરી હતી. જાન્યુઆરી ૨૦૨૦માં હિમાંશુ શુકલાની આગેવાની હેઠળ વડોદરામાંથી આઈએસઆઈ નો આંતકવાદી ને એટીએસ ટિમ દ્વારા ઓપરેશન રચીને પકડી પાડ્યો હતો.

આ શ્રેષ્ઠ કામગીરી બદલ એટીએસ ટીમને અને ભાવનગરના પૂર્વ ડીવાયએસપી શેખ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અનેક નાના-મોટા ઓપરેશન્સ પાર પાડનાર ગુજરાત એટીએસની કામગીરીની ભારત સરકારે પણ નોંધ લીધી છે. તા. ૮ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ વડોદરાના ગોરવામાંથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા કથિત ત્રાસવાદીને પકડવા માટે ભારત સરકારે આ ઓપરેશન પાર પાડનાર ઈમ્તિયાઝ શેખ સહિત પાંચ પોલીસ અધિકારીઓની સ્પેશ્યલ ઓપરેશન મેડલ માટે પસંદગી કરી છે.

તા. 8 જાન્યુઆરી 2020ના રોજ ડીઆઈજી હિમાંશુ શુક્લને જાણકારી મળી હતી કે વડોદરાના ગોરવા વિસ્તારમાં મૂળ તામિલનાડુનો જાફર આવી ચુક્યો છે. ઓપરેશન અત્યંત નાજુક હતું. તેને પાર પાડવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી, જાફર અલી તાલીમ પામેલ કથિત ત્રાસવાદી હતો. વળતો હુમલો થવાની પણ સંભાવના હતી. પુરી સાવધાની સાથે એસપી ઈમ્તિયાઝ શેખ, ડીવાયએસપી કે કે પટેલ, ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા અને સબ ઈન્સપેક્ટર કિશન ભુવાને ઓપરેશન પાર પાડવાની જવાબદારી સોંપવામાં આવી.

પુરી સાવધાની અને સતર્કતા સાથે ગુજરાત એટીએસની ટીમ વડોદરા પહોંચી અને ગોરવામાંથી જાફર અલીને પકડી પાડ્યો. જાફર અલી પકડાઈ જતાં ગુજરાત એક મોટી ત્રાસવાદી ત્રાસદીમાંથી બચી ગયું હતું. ભારત સરકારે આ કામની નોંધ લઈ ઈમ્તિયાઝ શેખ સહિત પાંચ પોલીસ અધિકારીઓને સ્પેશ્યલ ઓપરેશન મેડલ આપવાનું નક્કી કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here