ખેડૂત આગેવાન દશરથસિંહે રોડ વિભાગને પત્ર લખી પોતાની લાગણી વ્યક્ત કરી

મિલન કુવાડિયા
આગામી દિવસોમાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે ના કોબડી ટોલ પ્લાઝા અને નાગેશ્રી ટોલ પ્લાઝા ચાલુ કરતા સમયે ખેડુતો ને ટોલ ટેક્સ આપવાની માંગ થઈ છે કોબડી ટોલ પ્લાઝા તેમજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ની વસુલાત ચાલુ કરતા સમયે ખેડુત ની જણસી ( માલ ) ભરેલા વાહન તેમજ ખેડૂત ખાતેદાર ટોલ ટેક્સ ફ્રી માથી મુકતી આપવામા આવે તેમજ ખેડુતોએ હસ્તા મોઢે પોતાની માં સમા ખેતી લાયક જમીન આપી છે એ સરકાર કયારે ભુલે નહીં તો આ જમીન ના માલિક જગત ના તાત એ પોતાની રોજી રોટી માં ઘટાડો કરી ને આમ જનતા ને રોડ રસ્તા પર હાલાકી ન વેઠવી પડે માટે જમીન આપી દિધી છે.

ત્યારે સરકાર શ્રી ના નેતા અવાર નવાર પ્રેસ કોન્ફરન્સ મા કહે છે કે અમારી સરકાર સંવેદનશીલ છે ખેડુતો ની ચિંતા છે આવું કહેતી સરકાર એ ખેડૂત ખાતેદાર ને ટોલ ટેક્સ ફ્રી માથી માફી આપવા આગળ આવે છે કે કેમ એ જોવા નું રહ્યું અને નેશનલ હાઇવે નુ કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે એવા સમયે ચોમાસું વરસાદ ના કારણે જુનો નેશનલ હાઇવે ની હાલત અતિ ગંભીર પરિસ્થિતિમાં છે જુનો નેશનલ હાઇવે નંબર એકાવન ઈ ડામર રોડ પર ઠેકઠેકાણે ખાડા ઓ અને ખાડા ના કરણે ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલક તેમજ ગ્રામજનો ના સ્વાસ્થય મા હાની પહોંચાડે છે.

રોડ ની બંને બાજુ ના ખેતી લાયક જમીન મા ઉભેલા પાક ને રોડ પર થી ઉડતી ધુળ ની ડમરીઓ ની રજ ઉડી ને ખેડુતો ના પાક પર બેસતી હોવાથી ખેડૂતો ને નુકશાની સહન કરવી પડે છે આવુ કિસાન એકતા સમિતિ ગુજરાત અધ્યક્ષ શ્રી દશરથસીહ ગોહિલ તણસા એ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાવનગર ચેરમેન શ્રી ને લોકલાગણી સાથે આવેદનપત્ર આપી ને રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here