ભાવનગર સુપર્બ કોપ ટીમની ચાલી રહી અવિરત સેવા


દર્શન જોશી
ભાવનગરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાકાર્ય કરી રહી છે. ત્યારે આજે એક ભાવનગર પોલીસના યુવાનો જે સુપર્બ કોપ ટિમ તરીકે ગરીબ બાળકો સાથે દરેક તહેવારો ઉજવીને તેમની ખુશીઓમાં ભાગીદાર થઈ રહી છે. હાલ દિવાળી નો તહેવાર નજીક છે ત્યારે શહેરના વિવિધ સલ્મ વિસ્તારમાં રહેતા નાના બાળકોને મીઠાઈ અને ફરસાણ નું વિતરણ કરીને તેમને એક અનોખી ભેટ આપી રહ્યા છે. ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા અશોકભાઈ મકવાણા અને અન્ય સાથી કર્મી મિત્રો ગરીબ બાળકો માટે સમય કાઢીને તેમની સાથે પોતાની ખુશીઓની વહેંચણી કરે છે. ખાસ આવા યુવાનો સમાજ માટે પ્રેરણા પુરી પાડવાનું કાર્ય કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here