પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો, આત્મહત્યાનું કારણ અંકબંધ

મિલનભાઈ કુવાડિયા
ભાવનગર શહેરના હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજર ભગીરથસિંહે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર ભાવનગરના સિદસર રોડ પર રહેતા અને હિમાલયા મોલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ભગુભા જાડેજાએ હિમાલયા મોલના પાર્કિંગમાં આવેલા સ્ટોર રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમૉર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ભગીરથસિંહે હિમાલયા મોલના પાર્કિંગ એરિયામાં રહેલ સ્ટોર રૂમમાં રહેલા પંખા સાથે લટકી જઈ શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. નિલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હિમાલયા મોલના આસિસ્ટન્ટ મેનેજરે ભગીરથસિંહ જાડેજાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર વહેતા થતા ક્ષત્રિય સમાજ ભારે ગમગીની પ્રસરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here