વેપારીઓ રાત્રે 8 વાગ્યા સુધીમાં પોતાના ધંધા રોજગાર સ્વયં બંદ કરી સહકાર આપે, લોકો પણ માસ્ક પહેરે,વારંવાર હાથ ધોવે તથા સોસીયલ ડિસ્ટનસિંગ જાળવી જિલ્લામાં કોરોનાને ફેલાતો અટકાવવા સહયોગી બને

મિલન કુવાડિયા
હાલ કોરોનાની મહામારી ભાવનગર જિલ્લામાં વધુ ન ફેલાય અને ભાવનગરવાસીઓ સંક્રમિત થતા બચે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ભાવનગરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ ભાવનગરની જનતા તથા વેપારીઓને અપીલ કરતા જણાવ્યું છે કે અમદાવાદ કે અન્ય શહેરોની સ્થિતિ ભાવનગરમા ન ઉદભવે એનું આપણે જ ધ્યાન રાખવું પડશે. આપણે સ્વયં શિસ્તથી જ કોરોનાથી બચી શકીશું. અને જો આપણે બચીશુ તો જ આપણા સ્વજનો, મિત્રોને પણ બચાવી શકીશું. તે માટે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવું, સેનીટાઇઝરનો સતત ઉપયોગ કરવો અને વારંવાર હાથ ધોવા ખૂબ જ જરૂરી છે.

સાથોસાથ વેપારી મિત્રોને પણ અપીલ છે કે શહેરમાં રાત્રીના સમયની અંદર જો ભીડને આપણે કંટ્રોલમાં કરી શકીએ એટલે કે રાત્રે આઠ વાગ્યા આસપાસ જો પોતાના વેપાર-ધંધાને આટોપી લઈએ તો ચોક્કસ સાડા આઠ થી નવ વાગ્યા પછી પબ્લિકને બહાર નીકળવાનું કારણ ન મળે અને બિનજરૂરી બહાર ન નીકળી લોકો રાત્રે પોતાના ઘરમાં જ રહી શકે.જે બાબત કોરોનાની સ્થિતિને કાબૂમાં લાવવા માટે અતિ મહત્વપૂર્ણ છે.

ખૂબ જ ચિંતાજનક બાબત છે કે દિવાળી પછીના દિવસોની અંદર આપણે ત્યાં કોરોનાનું સંક્રમણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. શહેરમાં જે એક બે કેસ કે પાંચ કેસ આવતા તે હવે ૨૦ કે ૨૫ સુધી પહોંચે છે એ સંજોગોમાં સાવચેતી જ આપણને બચાવી શકશે અને ભાવનગરની જનતાને પણ નમ્ર અપીલ છે કે બિન જરૂરી કામ વગર બહાર ન નીકળો અને નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળો, આપની પાસે સેનીટાઇઝર પણ હાથવગુ રાખો અને જ્યાં પણ તમે બીજી કોઈપણ અજાણી જગ્યાને અડો છો તો આપના હાથ સેનિટાઈઝ કરવાનું પણ ચોક્કસ ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here