પીરછલ્લા બજારની ઘટના, યુવક પર ધડાધડ છરીના ઘા ઝીંકાયા, અગાઉની દાઝ રાખી મેહુલ નામના યુવક પર હેપ્પી નામના યુવકે કર્યો જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં મેહુલ જોગીને સારવારમાં ખસેડાયો, એસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા, પોલીસે આ બનાવમાં વધુ કાર્યવાહી હાથ ધરી.


મિલન કુવાડિયા
ભાવનગર શહેરની પીરછલ્લા શેરી વિસ્તારમાં ભરબપોરે એક યુવકને છરીના ઘા ઝીકી દેવાતા ભયનો માહોલ ફેલાયો હતો અને આજુબાજુના વેપારીઓ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી રવાના થઈ ગયા હતા.આ બનાવને પગલે તાકીદે યુવકના પરિજનો ત્યાં દોડી ગયા હતા અને યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે એસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં આજે મેહુલ જોગી નામના યુવક પર ધોળે દિવસે ભરબજારમાં છરીના ઘા ઝીંકી દેવાની ઘટના બની હતી. દિવાળી આજુબાજુના સમયમાં મેહુલ જોગી ને હુમલો કરનાર યુવક હેપ્પી વોરા નામના યુવક સાથે બોલાચાલી થઈ હતી અને જેમાં મેહુલ અને તેના મિત્ર દ્વારા હેપ્પી ને તે સમયે માર મારવામાં આવ્યો હતો.તેની દાઝ રાખી આજે મેહુલ કે જે દ્રાઇવિંગ નું કામ કરતો હોય જે બાબતે તે પોતાના ઘરેથી બહાર જવા નીકળતા જ હુમલો કરવાની રાહ જોઈને બેઠેલા હેપ્પીએ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી પેટ અને સાથળના ભાગે છરી ના ઘા ઝીંકી દેતા બજારમાં અફડાતફડી અને ભય નો માહોલ છવાયો હતો.

તાકીદે લોકોએ હુમલાખોર યુવકને ઝડપી રાખી પોલીસ હવાલે કર્યો હતો જ્યારે બનાવના પગલે મેહુલના પરિજનો ત્યાં દોડી ગયા હતા અને મેહુલને તાકીદે સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે બનાવના પગલે આજુબાજુના વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી જતા રહ્યા હતા.આ બનાવને પગલે એસપી સહિત ના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે હાલ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકની બહેનને પૂછતાં જણાવ્યું કે તેઓ હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે ખાસ જાણતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here