એલ.આર.ડી ભરતી અન્યાય મામલે રેલી અને આવેદન, ગુજરાત અનામત બચાઓ ક્રાંતિ સમિતિના નેજા હેઠળ નીકળી રેલી.
એસ.સી,એસ.ટી,ઓબીસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા.૧/૦૮/૧૮ નો જીઆર રદ કરવા માંગ કરી, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
મિલન કુવાડિયા
ભાવનગર ખાતે આજે ગુજરાત અનામત બચાઓ ક્રાંતિ સમિતિ દ્વારા એસ.સી,એસ.ટી,ઓબીસીની યુવતીઓ ને એલ.આર.ડી ભરતી માં થયેલા અન્યાય મામલે આજે રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમને થયેલા અન્યાય અંગે ન્યાય મળે તેવી માંગ કરી હતી અન્યથા આંદોલન શરુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી સરકારે તા.૧/૮/૧૮ ના રોજ જાહેર કરેલા પરિપત્ર ને પરત ખેંચવાની માંગ સાથે આજે ભાવનગર ખાતે ગુજરાત અનામત બચાઓ ક્રાંતિ સમિતિ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મોટી સંખ્યામાં એસ.સી,એસ.ટી,ઓબીસી સમાજના યુવક-યુવતીઓ, મહિલાઓ તથા પુરુષો વિવિધ પોસ્ટરો,બેનરો સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલી મોતીબાગથી કલેકટર કચેરી પહોચી હતી. જ્યાં કલેકટર ને આ મામલે આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.તેમજ થયેલા અન્યાય મામલે ન્યાય મળે તે બાબતે સરકારમાં રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. ઘણા દિવસોથી ન્યાય મામલે લડત કરી રહેલા એસ.સી,એસ.ટી,ઓબીસી દ્વારા આંદોલન ઉગ્ર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રેલી નીકળતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જયારે પોલીસે આ બાબતે પુરતી ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત જાળવ્યો હતો.