કોરોના સામેની લડતમાં તંત્ર પુરજોશમાં કાર્યરત, ૨૦ થી ૨૯ માર્ચ સુધી ધારા ૧૪૪ અમલી.

આજે કલેકટર દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું, પાન-મસાલાની દુકાનો ને પણ બંધ રાખવા અંગેનું જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું

અહેવાલ મિલન કુવાડિયા
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસના કેસો હવે ગુજરાતમાં પણ નોંધાયા છે. આ વાયરસના વ્યાપને ઉગતો ડામી દેવા રાજ્યસરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. એકબીજાના સંપર્કમાં આવતા ફેલાતા આ કોરોના વાયરસને અટકાવવાના ભાગરૂપે આજે સિહોર સાથે ભાવનગર જીલ્લામાં પણ કલમ ૧૪૪ અમલી કરી દેવામાં આવી છે, સાથે સાથે પાન-મસાલાના ગલ્લાને પણ આજથી ૨૯ માર્ચ સુધી બંધ રાખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આજે ભાવનગર જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કમિશ્નર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ધારા ૧૪૪ ને અમલી બનાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં ભાવનગર શહેર-જીલ્લામાં પરવાનગી વગર સભા,સંમેલન, કોઈ જાહેર કાર્યક્રમો યોજવા તેમજ શીપીંગ મોલ, સિનેમા, જીમ સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઈમ ઝોન, ક્લબ હાઉસ, જેવા સ્થળો કે જ્યાં લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય તેવા સ્થળોને બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સાથે-સાથે પાન-મસાલાની દુકાનોને પણ બંધ રાખવા અંગેનું જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસ અંગેના પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ખોટા મેસેજ, અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જાહેરમાં થુકનાર સામે પાન દંડ વસુલાતની કાર્યવાહી કરવા માં આવશે.

જે લોકોને કોરોના ના લક્ષણો જણાયા હોય અને તેને પોતાના ઘરમાં જ કવોરન્ટાઈન રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે તેને તેનો અમલ કરવા જણાવ્યું છે જો તેઓ અમલીકરણ નહિ કરે તો તેની સામે કાર્યવાહી કરી પકડી અને હોસ્પીટલના આઈસોલેશન કે કવોરન્ટાઈન વોર્ડ માં રાખવામાં આવશે. જેથી લોકો જાતેજ પોતાની જવાબદારી સમજી પોતાનો અને અન્યનો ખ્યાલ રાખી આ મહામારી સમયે સહયોગી બને તે માટે અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here