જુના રતનપર ગામની સીમમાં કુંજ નો શિકાર કરવામાં આવતો હતો., શિકારની બાતમી મળતા વનવિભાગ હતું ફેરણા માં


સલીમ બરફવાળા
ભાવનગર વનવિભાગે ભાવનગર તાલુકાના જુના રતનપર ગામની સીમમાં કુંજ પક્ષીનો શિકાર કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. વનવિભાગની ટીમ આ વિસ્તારમાં તપાસમાં હતી આ સમયે બે ઈસમો પાણીમાં ઝેરી પદાર્થ ભેળવી કુંજનો શિકાર કરતા વનવિભાગે ૩ મૃતકુંજ સાથે બે ઇસમોને ઝડપી પાડી સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અંતર્ગત કલમ ૨(૧૬), ૯, ૫૨, ૩૯. હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર વનવિભાગ અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક ડૉ.સંદીપકુમારના માર્ગદર્શન હેઠળ રેન્જમાં વન્ય પ્રાણીઓ-પક્ષીઓના શિકાર અંગે ખાસ નજર રાખી આવા ઇસમોને ઝડપી લેવાની સૂચનાને લઇ ભાવનગર વનવિભાગના મદદનીશ વન સંરક્ષક વી.એ.રાઠોડ સાહેબને માહિતી મળી હતી.

જીલ્લામાં કુંજ પક્ષીઓનો શિકાર થઇ રહ્યો છે. જેને લઇ સામાજિક વનીકરણ રેન્જ ઘોઘાના આર. એફ.ઓ દિવ્યરાજસિંહ સરવૈયા અને વિક્રમભાઈ રાઠોડ તથા ભાવનગર નોર્મલ રેન્જના ઇન્દ્રજિતસિંહ ગોહિલ અને સંજયભાઈ દેસાઈએ ફેરણા (પેટ્રોલિંગ) દરમિયાન ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં કુંજ પક્ષીનો શિકાર કરતા બે ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા જેમાં કરણ ભાઈ ભોળાભાઈ જશમુરિયા તથા મુનાભાઈ મુળજીભાઈ જશમુરીયા, દેવીપૂજક, રહે, જૂના રતનપર વાળાને કુંજનો શિકાર કરતા ઝડપી લઇ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અંતર્ગત કલમ ૨(૧૬), ૯, ૫૨, ૩૯. હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here