વિશ્વની એક હજાર મુખ્ય મહિલાની યાદીમાં ભાવનગરની જાનવી પ્રતિભા મહેતાએ સ્થાન મેળવ્યું


દર્શન જોશી
ભાવનગર એટલે કલાની નગરી. ત્યારે ભાવનગરના કલાકારો વિવધ ક્ષેત્રમાં પોતાનું અને ભાવનગરનું નામ રોશન કરે છે. ત્યારે ભાવનગરની દિકરી અને રબર ગર્લ તરીકે નામના મેળવેલ આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જાનવી પ્રતિભા મહેતા એ વધુ એક સિદ્ધિ મેળવીને ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. રિપબ્લિક ઓફ વુમન (યુનાઇટેડ નેશન્સ) ના ચીફ એકજ્યુકીટીવ બોર્ડ દ્વારા કલરવ એન.જી.ઓ ની બ્રાન્ડ એમ્બેસેડર જાનવી પ્રતિભા મહેતા ની નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય ૧૦૦૦ મહિલાની યાદીમાં પસંદગી કરવામાં આવી છે.

જેમાં ગુજરાતમાંથી માત્ર જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે. આ એક હજાર મહિલાઓની યાદીમાં ભારતના આઇપીએસ કિરણ બેદી, નંદા દાસ જેવી અનેક પ્રસિદ્ધ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ અને ભાવનગર સાથે જ ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે જાનવી મહેતા એ. યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ મેળવ્યા છે. ત્યારે વધુ એક વિશ્વ સન્માન મળતા ભાવનગરનું નામ ઉજાગર કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here