સિદસર ભાવનગર રોડ ને ખાડાઓ પેન્ડિગ પડ્યા છે એમને તાકીદે બૂરો, નહિ તો આંદોલન, ખેડૂત એકતા મંચના નરેશ ડાખરાની ચીમકી

બ્રિજેશ ગૌસ્વામી
સિદસર ગામ ને લોકો ની અનિચ્છા છતાં ભાવનગર કોર્પોરેશન માં ભેળવાયા ને ખાસ્સો સમય વીતી ગયો છે પરંતુ કોર્પોરેશન દ્વારા સિદસર ના લોકો ની સુખાકારી માટે કોઈ કાળજી લેવાતી ના હોય , જાહેર હિત ના કામો માં કોઈ ધ્યાન ન અપાતું હોય એવું વાતાવરણ બન્યું છે જેના કારણે લોકો ખૂબ પરેશાન છે ખૂબ કામો પેન્ડિંગ છે પણ અત્યારે સીદસર થી ભાવનગર રોડ ફોર લેન બનાવવાનું કામ છેલ્લા કેટલાય મહિનાઓ થી રગડ ધગડ રીતે ચાલી રહ્યું છે.

રસ્તો ખોદી નખાયો છે માટી ના ઢગલે ઢગલા પડ્યા છે , વાહનો ચાલે ત્યારે ડમરીઓ ઊડે છે જેનાથી વાહન ચાલકો તથા રોડ ની આજુબાજુ ના વાડી ખેતર માં રહેલા પાક ને ખૂબ મોટું નુકશાન થય રહ્યું છે કોલેજ સ્કૂલ કારખાના વાળા લોકો ખૂબ હેરાન થાય છે તથા ધૂળમાટી ના પ્રદુષણ થી હેરાન પરેશાન છે.

જેનો તત્કાળ કોઈ ઉપાય યા તો કામ શરૂ થાય અથવા ન શરૂ થવાનું હોય તો ખોદેલા ખાડા બુરી ધૂળ ના ઉડે અને વાહન ચાલી શકે એવી સ્થિતિ કરી દેવા વિનંતી અન્યથા ગામ લોકો કોર્પોરેશન સામે આંદોલન કરે એવી સ્થિતિ ઉભી થશે જેને નિવારવા તત્કાળ પગલાં લેશો તેવું નરેશ ડાખરાની યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here