સર ટી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાઈ, દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે,

સબ સલામતના દાવાઓની વીડિયોએ પોલ ખોલી, શક્તિસિંહ ગોહિલે સર ટી હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો

મિલન કુવાડિયા
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાતી હોવાનો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ પ્રશાસન સામે સવાલો ઉઠ્યા છે. સરટી હોસ્પિટલની ઓપીડીમાં કોવિડના શંકાસ્પદ દર્દીઓેને જમીન પર જ સુવડાવી ઓક્સિનજ અપાતો હોવાનો વીડિયો દર્દીઓના સગાએ જ વાઈરલ કર્યો હતો. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આ વીડિયો ટ્વિટ કરતા જ આજે કલેકટર અને કમિશનર હોસ્પિટલ દોડી ગયા હતા. ભાવનગર શહેંરમાં હાલ રોજના સરેરાશ 60 જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિ ભયંકર બની રહી છે તેની વચ્ચે પણ હોસ્પિટલ પ્રશાસન તમામ સુવિધા હોવાના દાવા કરી રહ્યું છે.

પણ જમીન પર સુવડાવી કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સારવારના વાયરલ થયેલા વીડિયોએ તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. સરટી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીની જમીન પર સુવડાવી સારવાર કરાતી હોવાનો વીડિયો વાયરલ થતા જ હોસ્પિટલ તંત્રએ જવાબ આપવો મુશ્કેલ બન્યો છે. શહેરની સરટી હોસ્પિટલમાં જમીન પર સુવડાવી દર્દીને ઓક્સિજન અપાતું હોવાનો વીડિયોને લઈ કલેકટર ગૌરાંગ મકવાણા, કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા આરોગ્ય અધિકારી હોસ્પિટલ પર દોડી આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here