લાશોની અંતિમવિધિ માટે લાકડાનો જથ્થો ખૂટી પડ્યો, દાનવીરો આગળ આવી સહયોગ આપે તે જરૂરી છે,


સલીમ બરફવાળા
ભાવનગર શહેર સહિત જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરનાને લઈ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં સ્મશાન ભૂમિમાં મૃતદેહનો વધારો થતો હોય જેને પગલે અંતિમ વિધિ માટે કોરોનાગ્રસ્ત મૃતકોને સ્મશાનભૂમિમાં ખસેડવામાં આવી રહ્યા છે. ભયાવહ સ્થિતિ વચ્ચે સ્મશાનમાં લાકડાની અછત વર્તાઇ રહી છે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરની સ્મશાનભૂમિમાં અંતિમવિધિ માટે મૃતદેહોની કતાર લાગી ગઈ છે.

મૃતકોના પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. આવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહયું છે આવી પરિસ્થિતી વચ્ચે સ્મશાન ગૃહમાં પણ લાકડાની અછત વર્તાઇ રહી હતી. જેથી મૃતકોના પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી હતી લાકડાની તંગી ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે દાનવીરો આગળ આવે તે જરૂરી છે ભાવનગર માં સ્મશાન માં લાકડાની અછત હોવાથી લોકોને ખૂબ જ હાલાકી વચ્ચે લાકડાની એક ગાડી અંદાજે ૧૦ થી ૧૧ ટન ની આવે છે અને તેનો અંદાજિત ખર્ચ રૂપિયા ૩૦,૦૦૦/-થાય છે અને તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ વ્યક્તિ કે સમાજ ને આ પુણ્ય ના કામ માં ડોનેશન આપવું હોય તો ચેક થી અથવા રોકડેથી પેમેન્ટ આપી શકાશે અને તેનું બીલ પણ આપવામાં આવશે જેની નોંધ લેવી

બોક્સ…

દાનવીરોને આ નંબરો પર સંપર્ક કરવા વિનંતી છે

(૧) દિનેશ આર. શાહ
૮૩૨૦૩૦૮૫૮૭
(૨)જયેશભાઈ ગાંધી
૯૪૨૭૨૪૬૧૮૭
(૩)જનકભાઈ ગાંધી
૯૪૨૭૨૪૬૧૯૭

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here