લાખણકા ડેમ પાસે સાત મિત્રો ફરવા આવ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો : એકને બચાવવા બીજો મિત્ર પડતા બંનેના મોત નિપજ્યા

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર શહેરના બે યુવાનોના લાખણકા ડેમમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજયા છે બુધેલ નજીક આવેલ લાખણકા ડેમ પાસે ૭ મિત્રો ફરવા આવ્યા હતા તે દરમિયાન એક મિત્રને ઉલ્ટી થતાં કેવલ નામનો વ્યકિત પાણી ભરવા ડેમમાં ગયો હતો તે દરમિયાન પાણીમાં પગ લપસી જતાં ડેમમાં ગરકાવ થયો હતો જેને બચાવવા અન્ય એક હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તેનો પણ ગરકાવ થયો છે.

જયારે અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ બંને યુવાનો સરદારનગર પચાસવારીયામાં રહે છે, કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી પીડબલ્યુડીની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે, હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડમાં બુક સ્ટોરની દુકાન ચલાવે છે, હાલ બંને યુવાનની ભાવનગર ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, આ બનાવને લઇ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here