Connect with us

Bhavnagar

ભાવનગર ; 2000ના દરની ચલણી નોટ બદલાવી આપવાના નામે બે લાખની છેતરપીંડી

Published

on

bhavnagar-2-lakh-fraud-in-the-name-of-exchanging-currency-notes-of-2000-rate

પવાર

  • ભાવનગરના પાનના વેપારી ઉંચા કમિશનની લાલચમાં છેતરાયા, આટકોટ પાસે બંને ગઠીયા બાના પેટેના બે લાખ લઈ ગાયબ થઈ ગયા, એલસીબીએ ત્રણેય ગઠીયાઓને ઝડપી લીધા

ભાવનગર ; રૂા.ર૦૦૦ના દરની રૂા.૧૦ લાખની ચલણી નોટ બદલાવી આપવાના બદલામાં ઉંચા કમિશનની લાલચ આપી ભાવનગરના વેપારી સાથે રૂા.ર લાખની ઠગાઈ થઈ હતી. જે અંગે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ ચીટર ટોળકીના ત્રણ સભ્યોમાં જગદિશ ઉર્ફે રાજુ  હિરજી પીપલીયા (ઉ.વ.૪૧, રહે. નિર્મળાનગર શેરી નં.૧૦, ભાવનગર), શૈલેષ ઉર્ફે ગાંગો કેશુભાઈ સુતરીયા (ઉ.વ.૩૭, રહે. મોરબી રોડ, ક્રિષ્ના પાર્ક શેરી નં.ર રાજકોટ) અને સંજય ધીરૂભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭, રહે. મહિકા, તા. વાંકાનેર, હાલ નવાગામ, રાજકોટ)ને ઝડપી લીધા હતા.આ ત્રણેય આરોપીઓ પાસેથી એલસીબીએ રૂા.ર લાખ, ૪ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી કાર મળી કુલ રૂા.૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ આ રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે આટકોટ પોલીસ તપાસ કરી રહી છે.

bhavnagar-2-lakh-fraud-in-the-name-of-exchanging-currency-notes-of-2000-rate

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સીદસર રોડ પર મુકેશ ઉર્ફે મુન્નાભાઈ હિમતભાઈ ચૌહાણ (ઉ.વ.૩પ) રહે છે. ઘરની નીચે જ રાધે ગોવિંદ પાન સેન્ટર નામની દુકાન ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે પખવાડીયા પહેલા મિત્ર નવલભાઈએ તેને સસ્તા ભાવની સોપારી અપાવવાની વાત કરી હતી. તેણે રૂા.૭૦૦માં હાલ સોપારી લેતા હોવાનું કહેતા નવલભાઈએ રૂા.પ૦૦માં અપાવવાની વાત કરી હતી.થોડા દિવસો બાદ ફરીથી દુકાને આવી કહ્યું હતું કે જેની પાસેથી સોપારી લેવાની વાત થઈ છે તે વેપારી પાસે રૂા.ર૦૦૦ના દરની રૂા.૧૦ લાખની ચલણી નોટ છે. જે બદલી આપવાનું કહે છે. બાના પેટે આપણે તેને રૂા.ર લાખ આપવાના છે. તેની નોટો વટાવાયા બાદ તેમાંથી આપણને ર લાખ અને ૧૦ ટકા લેખે કમિશન આપશે. જો તારી પાસે રોકડની વ્યવસ્થા હોય તો આગળ વાત કરું.

bhavnagar-2-lakh-fraud-in-the-name-of-exchanging-currency-notes-of-2000-rate

જેથી તેણે હા પાડી હતી.નકકી થયા મુજબ ગઈ તા.ર૧ના રોજ નવલભાઈ તેની દુકાને આવ્યા હતા ત્યારબાદ તેની સાથે રૂા. ર લાખ લઈ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આટકોટ પહોંચ્યા હતા. જસદણ ચોકડીએ ઉતર્યા બાદ નવલભાઈએ ફોન કરતા બે શખ્સો આવ્યા હતા. આવીને રૂા. ર લાખની માગણી કરતા તે આપી દીધા હતા. બંને શખ્સોએ કહ્યું કે રૂા.ર૦૦૦ની નોટો બીજી જગ્યાએ પડી છે જયાંથી લઈ આવવી પડશે. આમ વાત કર્યા બાદ એક શખ્સ રૂા. બે લાખ લઈ નોટ લેવા જતો રહ્યો હતો, બીજો શખ્સ તેમની સાથે ઉભો હતો. થોડી વાર બાદ બીજા શખ્સે સાથે આવવાનું કહેતા આટકોટ ગામમાં આવેલી શેરીમાં ગયા હતા. જયાંથી તે શખ્સ અહીં ઉભા રહો હું બે મીનીટમાં રૂા.ર૦૦૦ના દરની નોટો લઈને આવું છું તેમ કહી રવાના થયા બાદ ગાયબ થઈ ગયો હતો. મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી નાખતા આખરે આટકોટ પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી જગદિશ હિરાની દલાલી કરે છે. શૈલેષ ઈમિટેશનની મજૂરી કરે છે. જયારે સંજય ડ્રાઈવિંગ કરે છે.

error: Content is protected !!