ભાવનગરમાં ૨૯ જાન્યુઆરીના રોજ તનિષ્ક ના મેનેજર નું કરાયું હતું અપહરણ, ૪ લોકોએ તેના ઘર પાસેથી કર્યું હતું કારમાં અપહરણ.

૧ કરોડ ની ખંડણી કરી હતી વસુલ, ૫૦ લાખ રૂ.રોકડા અને ૫૦ લાખના દાગીના પડાવ્યા હતા, મેનેજર ને માર મારી ધમકાવતા તે પરિવાર સાથે શહેર છોડી ગયો હતો.

આખરે ફરિયાદ નોંધાય, પોલીસે ૩ અપહરણકારો ને ઝડપી લીધા, હજુ બે અપહરણકારો ફરાર-પોલીસે ૧૨ લાખ ની રોકડ કબજે કરી.

બાકીનો મુદ્દામાલ ફરાર આરોપી પાસે હોવાનું જણાવ્યું, અપહરણમાં વપરાયેલી કાર અને અન્ય મોબાઈલ જપ્ત કર્યા.

હરેશ પવાર
ભાવનગર તેના ગુનાહિત ઈતિહાસ તરફ ફરી ધકેલાય રહ્યું હોય તેવો આભાસ હાલ ભાવનગરવાસીઓ કરી રહ્યા છે. થોડા જ દિવસોમાં લુટ-અપહરણ અને બળજબરીપૂર્વક જમીનો કબજે કરાવી લેવા જેવી ઘટનાઓ સામે આવી છે. ભાવનગર શહેરમાં ફરી લુખ્ખા-આવારા અને માથાભારે ઈસમોનો આતંક ભાવનગરમાં જોવા મળી રહ્યો છે. સ્થિતિ એ હદે વણસી છે કે ભોગ બનનાર વેપારીઓ પોલીસ ફરિયાદ ના કરે તે માટે તેને ધમકાવવામાં આવી રહ્યા છે જયારે પોલીસને આ બાબતે કામગીરી કરવા મંત્રી અને પ્રદેશ પ્રમુખને ફોન પણ કરવા પડ્યા છે. ભાવનગરમાં એક સોની વેપારીને લૂટવાનો નિષ્ફળ પ્રયાસ અને તેમાં ૩ આરોપીએ ઝડપી પાડ્યાની ઘટના હજુ તાજી છે.

ત્યાં જ ગત તા. ૨૯ જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા સોના-ચાંદીના શોરૂમ “તનિષ્ક” ના ફ્રેન્ચાઈઝી મેનેજર મુકેશ જોધવાણી કે જેઓ પોતાના ઘર પાસે હોય ત્યારે પોલીસનું બેનર રાખીને આવેલી એક ખાનગી કારમાં આવેલા ચાર ઇસમોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી આ મુકેશને સીદસર નજીકના સ્મશાન માં લઇ જઈ તેને ડરાવી ધમકાવી મારમારી ૫ કરોડ રૂ.ની માંગણી કરી હતી. જેમાં અંતે અપહરણકારોએ તેને છોડી મુકવા ૧ કરોડની ખંડણી જેમાં ૫૦ લાખ રૂ.રોકડા અને ૫૦ લાખના સોનાના દાગીના લઇ મુકેશને છોડી મુક્યો હતો.

અપહરણકારોની ચુન્ગલ માં ફસાયેલા મુકેશે ફોન પર તેના માણસો પાસે ખંડણીના રૂપિયા અને દાગીના મંગાવી અપહરણકારોને આપ્યા હતા. અપહરણકારોના માર અને ધમકીની બીકે મુકેશ થોડા દિવસ પોતાના પરિવાર સાથે ભાવનગર મુકીને જતો રહ્યો હતો. જયારે અપહરણકારો પૈકીના ના લોકો વારંવાર શોરૂમ માં જઈ તેની ધાક પણ જમાવતા હતા અને કોઈ પોલીસ કાર્યવાહી નથી કરી તે અંગે પણ વોચ રાખતા હતા. આ બનાવમાં આખરે બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં પોલીસે તાકીદે ૩ ઇસમો ની અટકાયત(ધરપકડ) કરી તેની પૂછપરછ કરતા તેને આ ગુના ની કબુલાત કરી અને તેની પાસેથી ૧૨ લાખ ની રોકડ જપ્ત કરી છે. તેમજ ગુનામાં વપરાયેલી કાર અને ખરીદેલ ફોન કબજે કર્યા છે જયારે હજુ આ અપહરણ અને ખંડણીની ઘટનામાં બે આરોપીઓ હજુ ફરાર છે જેની પાસે ખંડણી નો મહત્તમ મુદ્દામાલ હોય તેવું હાલ પોલીસને પૂછપરછમાં જાણવા મળી રહ્યું છે. ભાવનગર શહેરની હાલ ફરી માઠી દશા બેઠી છે.

ભૂતકાળમાં જે પ્રમાણે ભાવનગરમાં માથાભારે ઈસમોનો ત્રાસ વધ્યો હતો અને લુટ, અપહરણ, દુષ્કર્મ જેવી ઘટના રોજીંદી બની હતી આવો જ સમય હાલ ફરી ભાવનગરમાં જોવા મળી રહ્યો છે. પોલીસતંત્ર ની ધાક ગુનેગારોમાં સહેજ પણ ના હોય તેવું હાલ લોકો કહી રહ્યા છે. ત્યારે પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here