ભાવનગરના ડૉ. અલ્પેશ કોતરના મંતવ્ય પ્રમાણે આપઘાત એક માનસિક બીમારી છે

વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંઘ દ્વારા દર વર્ષે ૧૦મી સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૧માં “ક્રિયા દ્વારા આશાનું નવું સર્જન ની થીમ પસંદ કરવામાં આવી છે. જેનો હેતુ લોકોમાં જીવનની આશાનું સર્જન કરવાનો છે. આજે વિશ્વભરમાં દર વર્ષે લગભગ આઠ લાખ કરતાં વધારે લોકો આપઘાત કરી પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવી નાખે છે. આપઘાત માટે કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર નથી પરંતુ લોકો આજે નાની નાની બાબતોમાં આવીને પણ આપઘાત કરે છે.

આજે લોકો લાંબી માંદગી, આર્થિક સંકડામણ, કૌટુંબિક પ્રશ્નો, વિધાર્થીને નિષ્ફળતાનો ભય, ઓનલાઈન શિક્ષણની અસર, પ્રેમીઓને સમાજ ન સ્વીકારવાના ડરને લીધે સજોડે આપઘાત કરતા જોવા મળ્યા છે. આજે ભારત અને ગુજરાતમાં આપઘાત માટે સૌથી વધારે કૌટુંબિક, સામાજિક પ્રશ્નો રહેલા છે, આજે ઘણા એવા બનાવો જોવા મળે છે કે માતા પિતા બાળકોની હત્યા કરી પોતે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખે છે, આજે અમેરિકા જેવા દેશોમાં દર વર્ષે આશરે બે લાખ કરતા પણ વધારે લોકો આપઘાત કરે છે, સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં પણ રોજે એક વ્યક્તિ આપઘાત કરે છે.

આજે વિશ્વના મૃત્યુના કારણોમાં આપઘાત પણ એક કારણ છે, આજે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે પણ અનેક લોકો પોતાની જાતની હત્યા કરી રહ્યા છે. કોઈ પ્રસિદ્ધ એકટર કે ખેલાડી આપઘાત કરે છે તો તેની પાછળ તેના ચાહકો પણ આવું પગલું ભરી રહ્યા છે તો તેવા લોકોએ પણ વાસ્તવિકતાને સ્વીકારીને પોતાના અમૂલ્ય જીવનને રસભર બનાવવું જોઈએ. આજે ટેકનોલોજીના સમયમાં લોકો એકબીજા સાથે વાતચીત પણ ન કરી શકતા હોય તે આંતરક્રિયાના અભાવને કારણે આ પ્રમાણ વધે છે, જો વ્યક્તિ ક્ષણિક આવેશમાં પોતાની જાતને સાંભળી લે તો તે આપઘાત જેવી બિમારીથી બચી શકે છે.

આજે લોકોએ કાર્ય દ્વારા દરેક વ્યક્તિમાં નવી આશાનું સર્જન કરી કોઈની અમુલ્ય જિંદગીને બચાવવા આગળ આવવું જોઈએ. આપઘાત કરનાર લોકો પોતાના આપઘાત તરફના ચિન્હો ચોક્ક્સ મૂકતા હોય છે જો તેને અન્ય વ્યક્તિ સમજી જાય તો પણ તેને અટકાવી શકાય છે. જો આવા લોકો સાથે મિત્રતા કેળવી તેમની સાથે સંવાદ કરવામાં આવે તો ચોક્કસ તેને અટકાવી શકાય તેમ છે. એટલે જ આજે આપઘાત એક વેશ્વિક સમસ્યા બની ગઈ છે તેથી જ આ વર્ષે ૨૦૨૧માં “કાર્ય દ્વારા આશાનું નવું સર્જન” તે થીમ પસંદ કરવામાં આવી છે.

– ડો.અલ્પેશ કોતર મનોવિજ્ઞાન વિભાગ નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here