સદી મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કેબીસીના શૂટિંગમાં જોડાઈને બીગબી ના અભિનંદન મેળવ્યા

મિલન કુવાડિયા
ભાવનગર એટલે કલાનગરી કે જ્યાં વિવિધ ક્ષેત્રના કલાકારો આ ભાવેના ની માટીમાં ઉછેર્યા છે. તેવા જ એક આગવી અંર અનોખી પ્રતિભા ધરાવતા જીત ત્રિવેદી કે જે બલાઇન્ડ ફોલ્ડડેડ વન્ડરબોય તરીકે જાણીતો છે. જીત બંધ આંખે કલાકારી માં ૭ વલ્ડ રેકોર્ડ પોતાના નામેં કરી ચુક્યો છે. જીતે પોતાના જીવનમાં સામાજિક રાજકીય અને ધાર્મિક ક્ષેત્રના અનેક હસ્તીઓને મળી ચુક્યો છે ત્યારે તેને ફિલ્મી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે મળવાની ઈચ્છા પણ મુંબઈ ખાતે પૂર્ણ થઈ ગઈ હતી. જીત ગણપતિ ઉત્સવ માટે મુંબઈ ગયો હતો.

ત્યાં તેની પ્રતિભામાં રુચિ પડતા રાજભાઈ નામના વ્યક્તિ એ તેમના ઘરે જીતને લઈ જઈને તેના વિશે વધુ માહિતી મેળવી હતી જેમાં જીતને અમિતાભ બચ્ચન સાથે મળવાની ઈચ્છા જાણતા તેમને કેબીસીના શૂટિંગમાં મહેમાન તરીકે બેસવાની સાથે જ અમિતાભ બચ્ચન સાથે મુલાકાત ગોઠવી હતી. કૌન બનેગા કરડોપતિ નું લાઈવ શૂટિંગ જોયા બાદ અમિતાભ બચ્ચન સાથે પોતાની કલા ની વાતો કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here