નવમીએ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના સન્માન સમારોહનું આયોજન

સન્માનમાં જોડાવા ઈચ્છતા ભાવનગરની સંસ્થાઓ, એસોસિયેશન, મંડળોને નામ નોંધાવી દેવા સૂચના

દર્શન જોશી
ભાવનગરના પનોતા પુત્ર અને લોકલાડીલા નેતા જીતુભાઈ વાઘાણી કેબિનેટ શિક્ષણ મંત્રી બન્યા બાદ ૯મી ઓકટોબર – શનિવારે પ્રથમવાર માદરે વતન ભાવનગર આવી રહ્યા છે. આ પ્રસંગે ભાવનગર નાગરિક સમિતિ દ્વારા તારીખ 9ને શનિવારે રાત્રે 8:00 કલાકે મેઘાણી ઓડીટોરીયમ ખાતે સમગ્ર ભાવનગર વતી તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.ભાવનગર વતી કેબિનેટ મંત્રીના આ સન્માનનું આયોજન થયું છે

અને આ સમારોહમાં જે કોઈ સંસ્થા, એસોસિએશન શાળા -કોલેજો જુદી જ્ઞાતિના આગેવાનો મંડળો સન્માન કરવા ઈચ્છતા હોય તેમણે ૮ ઓકટોબર બપોર સુધીમાં પોતાના નામ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે ફોન નંબર 0278- 2424279 ઉપર સવારે 10 થી છ માં અથવા રામવાડી કાર્યાલય (ભીડભંજન સામે) સવારે 10થી 1 અને સાંજે 5થી8માં 0278-2420406 પર અથવા રૂબરૂ લખાવી દેવા જણાવાયું છે. નામ નોંધાવનારએ સંસ્થાનું નામ, હોદ્દેદારનું નામ અને મોબાઈલ નંબર ખાસ નોંધાવવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તેમ સમિતિ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here