નવુ અતિથિ ગૃહનુ બિલ્ડિંગ રૂ. 6.5 કરોડના ખર્ચે તૈયાર થશે, ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમૂહૂર્ત 


સુનિલ પટેલ
ગુજરાતની પ્રજાને કોઈ મૂશ્કેલી ના પડે તે માટે જવાબદારીથી દાયિત્વ નિભાવીશુ તેમ મુખ્યમંત્રીએ ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતું. ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સકટ હાઉસનું ઈ-ખાતમુહૂર્ત ગઈકાલે મુખ્યમંત્રી કર્યું હતું. વાઘાવાડી રોડ સ્થિત જૂના સર્કીટ હાઉસની બાજુમાં જ રૂ.૬.૫૦ કરોડના ખર્ચે નવનિમત થનાર સકટ હાઉસનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ વિકાસની વાતો કરી હતી.શહેરમાં નવુ અતિથિ ગૃહ બનાવવાનુ સરકારનુ આયોજન છે. નવા બનનાર અતિથિ ગૃહનુ ઇ-ખાતમુહૂર્ત ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યુ હતું. વાઘાવાડી રોડ સ્થિત સરકારી અતિથિગૃહ પહેલેથી અસ્તિત્વ ધરાવતું હતુ.

તેની બાજુમાં જ આ નવું અદ્યતન સકટ હાઉસનું બિલ્ડીંગ નિર્માણ પામનાર છે. આ બિલ્ડિંગ રૂ.૬.૫ કરોડના ખર્ચે તૈયાર થશે. અત્યારે વર્તમાન હયાત ૧૭ રૂમ સાથેનું સરકારી અતિથિગૃહ આવેલું છે, જેની બાજુમાં જ ગ્રાઉન્ડ પ્લસ બે માળનું અદ્યતન સકટ હાઉસનું નિર્માણ થશે, જેમાં ૩૩ જનરલ ડિલક્ષ રૂમ, આ ઉપરાંત ૬ વી.વી.આઇ.પી. રૂમ અને ૬ રૂમ વી.આઇ.પી.રહેશે. કુલ ૫૦ રૂમ સાથે નવા સકટ હાઉસમાં આ ઉપરાંત મીટીંગ હોલ, ડાઇનિંગ હોલ વગેરે પણ બનાવવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પ્રજાજનોને તેમના પ્રશ્નો-સમસ્યાઓમાં કોઈ મૂશ્કેલી ન પડે તે માટે જવાબદારીથી દાયિત્વ નિભાવીશુ તેઓ વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here