રાજ્યને 6.9 કરોડ રસીકરણ સાથે અગ્રેસર બનવામાં ભુમિકા ભજવનાર, જિલ્લા પોલીસ બેન્ડની સંગીતની સુરાવલી સાથે કોરોના વોરીયસને સન્માનીત કરી બીરદાવાયા

હરિશ પવાર
ભારતમાં કોરોના રસીકરણનો કુલ આંકડો ૧૦૦ કરોડની સીમાચિહ્ન સંખ્યાને પાર થયેલ. જેમાં ગુજરાત રાજ્ય કુલ ૬.૯ કરોડ રસીકરણ સાથે અગ્રેસર હોય જે કાર્યને સફળ બનાવવા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા નવ મહીનાથી અથાગ મહેનત કરી આ સીમાચિન્હ સિધ્ધી હાંસલ કરેલ હોય જે આરોગ્ય કર્મચારીઓનું સન્માન ભાવનગર પોલીસે કર્યુ હતુ.

દેશભરમાં કોરોના વેકસીનના ૧૦૦ કરોડના માઈલ સ્ટોનને પાર કરવામાં મહત્વ પુર્ણ ભુમીકા ભજવનાર આરોગ્ય વિભાગના કર્મચારી, અધિકારીઓ દ્રારા અથાગ મહેનતથી ગુજરાત રાજ્ય ૬.૯ કરોડ લોકોને રસીકરણ સાથે દેશમાં અવ્વ્લ નંબર રહેલ હોય જે સિમાચિન્હ આંક સુધી પહોંચવા બદલ ઉજવણીના ભાગ રૂપે ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ તરફથી સર.તખ્તસિંહજી હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં ભાવનગર જિલ્લા પોલીસ બેન્ડ દ્રારા સંગીતની સુરાવલી સાથે

આરોગ્ય વિભાગના હોસ્પીટલ એડમિનીસ્ટ્રેશન સ્ટાફ, મેડીકલ કોલેજ, મ્.સ્.ભ હેલ્થ ડીપાર્ટમેન્ટ, નર્સીગ અને પેરા નર્સીંગ સ્ટાફ, ૧૦૮ ટીમ, સેનેટરી અને કલીનીંગ અને સિક્યુરીટી વિભાગ, તથા જુનીયર ડોકટરઓનું મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસનની ઉપસ્થિતિમાં સન્માન કરવામા આવ્યુ હતુ. અને તેઓએ આ ટુંકા સમયમાં આ અનેરી સિધ્ધી હાંસલ કરેલ હોય જે બદલ બિરદાવવામાં આવેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here