ધો.૧૦ ની પરીક્ષા ના પ્રથમ પેપર માં ૬૦ જેટલા વિદ્યાર્થીઓને અન્યાય, પેપર આપ્યા બાદ ૩૦ મિનિટ સુધી સુપરવાઇઝરે લખવા જ ન દીધું.

પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ તેમના વાલી ને કરી જાણ, વાલીઓ એ સીસીટીવી ચેક કરતા વિદ્યાર્થીઓ ની વાત સાચી હોવાનું લાગ્યું.

જિલ્લા શિક્ષણ અધિકારીનો આ બાબતે ઉદ્ધત જવાબ, કલેકટર દ્વારા યોગ્ય કરવા તપાસ નો આદેશ.

જો તંત્રની ભૂલ હશે વિદ્યાર્થીઓ ને ન્યાય અંગે બોર્ડમાં રજુઆત કરશે, ૧૫ માર્ક્સ નું લખવાનું વિદ્યાર્થીઓ ને રહી જતા રોષ.

શંખનાદ કાર્યાલય
આજે બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગરમાં ધો.૧૦માં ભાષાના પહેલા પેપર માં જ જ્ઞાનમંજરી સ્કૂલના બ્લોક નંબર ૨૧૮/૨૧૯ ના વિદ્યાર્થીઓને ૩૦ મિનિટ પેપર મોડું લખવા દેવામાં આવતા આ બ્લોકના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને આશરે ૧૫ માર્ક ના જવાબો લખવાના રહી જતા પેપર પૂરું થયા બાદ વિદ્યાર્થીઓએ આ બાબતે રજુઆત કરતા ચકચાર મચી હતી.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ના ઉડાઉ જવાબ થી વાલીઓ ચિંતામાં મુકાયા હતા જ્યારે જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે યોગ્ય કરી આપવાની ખાતરી આપતા વાલીઓએ રાહત અનુભવી હતી.

ધો.૧૦ ની પરીક્ષાના પ્રારંભે જ ભાવનગર ની જ્ઞાનમંજરી શાળા ના બ્લોક નંબર ૨૧૮/૨૧૯ ના ભાષાના પ્રથમ પેપર માં વિદ્યાર્થીઓ ને ૧૦.૧૫ કલાકે પેપર આપી દીધા બાદ ૩૦ મિનિટ સુધી જવાબ ન લખવા દેતા અને બાજુના બ્લોકમાં અન્ય વિદ્યાર્થીઓ જવાબ લખતા હોય જેથી પેપર ના અંતે વિદ્યાર્થીઓ ને સરેરાશ ૧૫ માર્ક ના જવાબો લખવાના રહી જતા રોષ ની લાગણી છવાય હતી.આ બાબતે વિદ્યાર્થીઓ તેના વાલી ને આ બાબતે કહેતા વાલીઓ દ્વારા શાળા મેનેજમેન્ટ ને કહ્યું હતું જેમાં સુપરવાઇઝર કે.કે. મહેતા દ્વારા ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન પણ સામેલ હતું.

આ સમગ્ર બાબત સીસીટીવી માં ચેક કરતા વિદ્યાર્થીઓ સાચા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી પણ ન્યાય ન કરી શક્યા અને તેનું વર્તન પણ મીડિયા સાથે વાતચીત માં યોગ્ય ન રહ્યું હતું જ્યારે જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ને તપાસ કરી જો હકીકત માં વિદ્યાર્થીઓ ને ૩૦ મિનિટ સુધી જવાબ લખતા અટકાવી રાખવામાં આવ્યા હોય તો તેની બોર્ડ માં રજુઆત કરી યોગ્ય ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી નું સૂચન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here