સરકારે જાહેરાત કરી હતી કેસો પાછા ખેંચવાની સામાન્ય કેસો પણ પાછા નથી ખેંચાયા..એક પ્રકારનું જૂઠ અને ખોટી વાત સરકારની..અમારી લાગણી સરકાર સુધી પોહચાડો..નરેશ ડાખરા

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરી છે અને તમામ કેસો પાછા ખેંચવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે રજુઆત સમયે પાસના આગેવાન નરેશ ડાખરાએ રજુઆત સમયે જણાવ્યું હતી કે સરકારે જાહેરાત કરી હતી કેસો પાછા ખેંચવાની સામાન્ય કેસો પણ પાછા નથી ખેંચાયા..એક પ્રકારનું જૂઠ અને ખોટી વાત સરકારની..અમારી લાગણી સરકાર સુધી પોહચાડો સાથે કેસો પાછા ખેંચવાની માંગ કરી હતી આંદોલન સમયે પાસના યુવાનો પર કરાયેલા ખોટા કેસ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. યુવાનો પર કરેલા ખોટા કેસો પરત ખેંચવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટીદાર સમાજનાં યુવાનો દ્વારા તેમના સમાજના વિધાર્થીઓ ને શિક્ષણ અને સરકારી નોકરીઓ માં થતા અન્યાય ને લઈને અનામત ની માંગ સાથે વર્ષ ૨૦૧૫ માં સરકારને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી આ રજુઆત સંદર્ભે સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતા તે રજુઆત સમગ્ર રાજ્યમાં આંદોલન ના માર્ગે આગળ વધી હતી આ દરમિયાન સરકાર દ્વારા આંદોલન ને દબાવવા માટે થઈ અનેક યુવાનો પર ખોટા કેસ કરી આંદોલન ને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા વર્ષ ૨૦૧૭ ની ચુંટણી મા પાટીદાર સમાજની વોટ બેન્ક ને મેળવવા સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે થયેલાં તમામ કેસો પરત ખેંચવા ની ખોટી જાહેરાત કરવામા આવી હતી.

પરંતુ આંજ સુધી એકપણ કેસ પરત ખેચાયો નથી હજુ પણ અનેક યુવાનો કોર્ટ ના ધક્કા ખાઈ રહ્યા છે જેને ધ્યાનમાં લઈ નરેશ ડાંખરા, દર્પણ ડાંખરા, હિતેશભાઈ લાઠીયા પ્રતાપભાઈ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેકટર શ્રી ને રજૂઆત કરી આગામી ૧૫ દિવસ મા તમામ કેસો પરત ખેંચવાની ચીમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here