ગઈકાલે ભાવનગરના ચિત્રા પ્રેસ ક્વાટર પાસે ગોઝારી ઘટનાએ પરિવારનો માળો વિખી નાખ્યો, અકસ્માત, લગ્નના 8 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હતો, પરિવારમાં ઘેરો શોક,

દેવરાજ બુધેલીયા
સિહોર ટ્રાફીક બ્રિગેડમાં નોકરી કરતા જીતેન્દ્રભાઇ મુકેશભાઇ ચૌહાણ પરિવાર સાથે ગઈકાલે ભાવનગર ખરીદી જતા ત્યારે ડમ્પરે હડફેટ લેતા પત્ની અને દસ માસના પુત્રએ જીવ ખોયો છે સિહોરથી ભાવનગર ખરીદી કરવા ગઈકાલ હોમગાર્ડ ટ્રાફિકમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર ઘરે પરત ફરતો હતો. ત્યારે ચિત્રા પ્રેસ ક્વાટર રોડ પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇકમાં પાછળ બેસેલા માતા હિરલબેન તથા પુત્ર દર્શન ફંગોળાઇ જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

પરંતુ સારવાર દરમિયાન માતા-પુત્રના મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યાવાહી કરી અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે સિહોરમાં સ્વસ્તીક સોસાયટી ૨ ગેસ્ટ હાઉસ સામે રહેતા અને સિહોર હોમગાર્ડ ટ્રાફીક બ્રિગેડમાં નોકરી કરતા જીતેન્દ્રભાઇ મુકેશભાઇ ચૌહાણ તેની પત્ની હિરલબેન તથા પુત્ર દર્શન સાથે ભાવનગર ખાતે ખરીદી કરવા ગયા હર ખરીદી કરી તે સિહોર ઘરે પરત જતા હતા ત્યારે પ્રેસ ક્વાટર પાસે પાછળથી બેફીકરાઇથી અને પૂરઝડપે આવી રહેલ ટ્રકએ તેને અડફેટે લઇ ત્યાંથી નાસી ગયો હતો.

જ્યારે બાઇકમાં સવાર જીતેન્દ્રભાઇ તથા તેના પત્ની અને બાળક રોડ પર ફંગોળાઇ ગયા હતા. અને તેના પત્ની બેભાન હાલતે રોડ પર પડ્યા હતા જ્યારે તેના પુત્ર દર્શનને માથાના ભાગે ગંભીર ઇજા થતા જીતેન્દ્રભાઇ તેને રિક્ષામાં સારવાર્થે હોસ્પિટલ લઇ ગયા હતા અને તેના પત્નીને ૧૦૮ મારફતે સારવાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે બન્ને માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા.લગ્ન જીવનના ૮ વર્ષ બાદ પુત્ર થયેલ હોવાનું કહેવાઈ છે અકસ્માતમાં તે પુત્ર તથા તેની પત્ની મૃત્યુ પામતા જીતેન્દ્રભાઇ તથા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here