કહેવાઈ છે સિહોરના મુસ્લિમ પરિવાર ભાવનગર દવાખાને જતો હતો તે વેળાએ હિમાલયા મોલ પાસે કાર સળગી ઉઠી, કોઈને ઇજાના વાવડ નહિ

બ્રિજેશ ગૌસ્વામી
આજે સાંજના સુમારે સિહોરના એક પરિવારનો આબાદ બચાવ થયો છે ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક માર્ગ પર એક ઓમની વેન કાર માં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.સીએનજી ઓમની કાર માં અચાનક આગ લાગતા તેમાં બેઠેલા તમામ લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા. જો કે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગ ત્યાં પહોંચે તે પહેલાં જ બળી ને ખાખ થઈ ગઈ હતી સિહોરના રહેવાસી અસ્લામભાઈ પોતાના છોકરાને સાથે દવાખાના કામે ઓમની વેન કાર માં સીહોરથી ભાવનગર માં રામમંત્ર હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા સાથે અન્ય બે જણા પણ કાર માં સવાર હતા તે સમયે હિમાલિયા મોલ પાસે પોહચતા વાયરિંગ સળગતા સિ.એન.જી. ગાડી માં આગ લાગી હતી.અને ગાડી આગમાં બળી ને ખાખ થઈ જવા પામી હતી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે જોકે આ સિહોર ખાતે અસલમભાઈ ક્યાં વિસ્તારમાં રહે છે તે જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here