ભાવનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં કરણી સેના : કોઈપણ સંજોગે યુવરાજસિંહને મુક્ત કરો : રોષભેર આવેદન આપ્યું : વિદ્યાર્થી નેતાને મૂક્ત કરવાની માંગ કરી

સલિમ બરફવાળા
રાજ્યમાં સરકારી ભરતીઓની પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર વિદ્યાર્થી નેતાની તાજેતરમાં થયેલ ધરપકડના વિરોધમાં ભાવનગર કરણી સેનાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિદ્યાર્થી નેતાને તાત્કાલિક અસરથી મુક્ત કરવાની માંગ કરી હતી. તાજેતરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની સામે 307 કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની થયેલ કાર્યવાહીને લઈ વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્તેલ છે. આ કાર્યવાહીનો રાજ્યભરમાં વિદ્યાર્થીઓ અને કરણી સેના દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તેવી જ રીતે આજે ભાવનગરમાં કરણી સેનાએ વિદ્યાર્થી નેતાની ધરપકડ સામે રોષભેર રજુઆત કરીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી મુક્ત કરવા માંગ કરી હતી.

આ તકે કરણી સેનાનું કહેવું છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે થોડા સમય પહેલા પેપર લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેનો ખાર રાખીને સરકારે તેમના ઉપર ખોટા કેસો દાખલ કરી કાર્યવાહી કરી રહી હોવાના આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થી નેતા સામે કરાયેલ ફરીયાદ પરત ખેંચી તાત્કાલીક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે.યુવા નેતા પર કરાયેલ ખોટા કેસો યુવાનોનો અવાજ દબાવવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ લાગી રહ્યો છે જેને તાત્કાલીક મુક્ત કરવામાં આવે અન્યથા તમામ પ્રકારની લડત આપવાનું અંતમાં જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here