સાતમાં પગાર પંચ મુજબ વધારાનું પેન્શન ચૂકવવું, તેમજ મેડિકલ ભથ્થું 300 થી વધારી 1000 કરવા સહિતની માંગ કરાઈ

હરિશ પવાર
ભાવનગર જિલ્લા પેન્શનર મંડળ દ્વારા આજરોજ તેઓની વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.ભાવનગરમાં જિલ્લા પેન્શનર મંડળ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં ડી.એ ના હપ્તા છુટા કરવા, મેડિકલ ભથ્થું 300 થી વધારી 1000 કરવું, સાતમાં પગાર પંચ મુજબ વધારાનું પેન્શન ચૂકવવું, રીસ્ટોરેશન પેન્શન 15 વર્ષના સ્થાને 12 વર્ષની ગણતરી કરવી, નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવી, 80 વર્ષ પછી વધારાની ફોર્મ્યુલા પરિવર્તન કરવી, પેન્શનરોને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવા, વન રેન્ક વન પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવી, 17મી ડિસેમ્બર સરકાર પેન્શન માટે જાહેર કરી સરકારી રાહે આયોજન કરવું સહિતની માંગીણીઓને લઈ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર વેળા એ ભાવનગર જિલ્લા પેન્શનર મંડળના અધ્યક્ષ નીતિન પંચોલી, મહામંત્રી મણી અધેડા, પ્રમુખ રવિ બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here