સેવાકાર્ય

મોટી સંખ્યામાં લોકો પીવાના પાણીનાં કુંડા લેવા માટે આવી પહોંચ્યા

હરિશ પવાર
ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. જેના પગલે ભાવનગર શહેરના ગાંધીસ્મૃતિ પાસે જય માળનાથ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટેના પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણમાં ભાવનગરના લોકો ખૂબ મોટી સંખ્યામાં પક્ષીના પીવાના પાણીનાં કુંડા લેવા માટે આવી પહોંચ્યા હતા. આ વિતરણનો નાના બાળકોથી માંડી વયોવૃદ્ધ તથા ગૃહિણીઓએ લાભ લીધો હતો અને આશરે 400 જેટલા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ પ્રવૃત્તિ આગામી ઉનાળાના દિવસોમાં પણ કરવામાં આવશે. આ સિઝનમાં ત્રણ વખત કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા ઉનાળામાં અત્યાર સુધીમાં 2000 જેટલા પક્ષીના પીવાના પાણીના કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી ચૂક્યું છે. આ વિતરણ નાના ભુલકાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રાજુભાઈ ચૌહાણ, પ્રિતમભાઈ, હરીભાઈ (પક્ષી પ્રેમી) તથા દર્શન ચૌહાણ, મિલન શાહ સહિતના સભ્યોએ આ કાર્યને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here