નાણાકીય લેતીદેતી માં મામલો બીચકતા ઘટી હત્યા ની ઘટના,પોલીસ કાફલો દોડી ગયો,ઘટના ના પગલે સ્થાનિક વિસ્તાર માં ફેલાયો ભય
બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર ના સુભાષનગર વિસ્તાર માં નાણાકીય લેતીદેતી અંગે એકઠા થયેલા ૩થી ૪ જેટલાં લોકો વચ્ચે થયેલી માથાકૂટ માં બન્ને પક્ષે થયેલી ઉગ્ર બોલાચાલી મારામારી માં પરિણામી હતી જેમાં ઘાતક હથિયાર ઉપરાંત પાઈપ અને ધોકા વડે થયેલા હુમલા દરમ્યાન ઉમેશભાઈ ભરતભાઈ ચોહણ ને લોહીયાળ ઈજાઓ થતા તેનું સારવાર મળે તે પૂર્વેજ મોત નીપજ્યું હતું.જયારે પૂજનભાઈ અજયભાઈ રાઠોડ નામ ના યુવાન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ,ઘટના ની જાણ થતા બી ડિવિઝન પોલીસ તેમજ એ એસ પી સફીન હસન,એલ સી બી,એસ ઓ જી સહિત ના અધિકારીઓ દોડી ગયા હતા.
મોડી રાત્રે બનેલી ઘટના ના પગલે સ્થાનિક વિસ્તારમાં ભય નો માહોલ ખડો થયો હતો જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા પરિસ્થિતિ થાળે પડી હતી.દરમ્યાન માં બી ડિવિઝન પોલીસે મૃતક ઉમેશભાઈ ના મૃતદેહ ને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી ફરિયાદ નોંધવા સહિત ની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉમેશભાઈ અને પૂજનભાઈ પર હુમલો કરનાર રોહિત ઉર્ફે ચની નામના શખ્સ ની સન્ડોવણી ખુલી હતી અને મૃતક,ઈજગ્રસ્ત પૂજનભાઈ તેમજ હુમલાખોર રોહિત ઉર્ફે ચની સહિતનાઓ નાણાકીય લેતીદેતી અંગે સુભાષનગર ના વર્ષા સોસાયટી નજીક એકઠા થયા હતા જ્યાં બોલાચાલી થતા ઘટના બની હોવાનું ખુલ્યું હતું.