આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પ્રેરણાથી ગરીબો માટે તળાજાના ૨ યુવાને શરૂ કર્યો સેવાયજ્ઞ-પ્રસાશન અને પોલીસને સંપૂર્ણ સહયોગ-વૈભવ જોષી

દર્શન જોશી
આજે વિશ્વમાં ફેલાયેલી મહામારીનો ભોગ ભારત દેશ બની ગયું છે. આ મહામારીનો અટકાવવા માટેનો એક જ વિકલ્પ છે લોકોના સંપર્કમાં આવવું નહિ ઘરે જ બેસી રહેવું. ગઈકાલે માનનિય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ૨૧ દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરી દીધું છે ત્યારે સૌથી વધુ રોજનું રોજ માંગી ને પોતાનું પેટ ભરનાર ગરીબ વર્ગ માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. પણ આ તો માનવતાની મહેકનો દેશ એમાં પણ સૌરાષ્ટ્ર જ્યાં ભગવાન પણ ભૂલો પડી જાય. આવી કપરી પરિસ્થિતિ માં હરહંમેશ માયાળુ મલકના માનવીઓ આગળ આવીને સેવાયજ્ઞ આરંભી દીધા છે.

તળાજામાં આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પ્રેરણા થી તળાજાના બે સમાજસેવક યુવકન વૈભવ જોષી(જિલ્લા યુવા ભાજપ મંત્રી) અને રાજભોગ હોટેલના દેવાયત આહીર દ્વારા તળાજાના ગરીબ લોકો માટે સાક્ષાત અન્નપૂર્ણા ના રૂપે આગળ આવી ગયા છે. તેમના દ્વારા જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી ગરીબ લોકોને જમવાની પુરી વ્યવસ્થા પુરી પાડવાનું બીડું ઝડપી એક અદભૂત કાર્ય આરંભી દીધું છે. તો આ કાર્યની સાથે દિવસ રાત ફરજ નિભાવતા પોલીસ જવાનો માટે પણ ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. તેમના દ્વારા પ્રશાસન ને આર્થિક સહયોગ પણ આપવાનું જાહેર કર્યું છે. કહેવાય છે ને કે ઈશ્વર કોઈ ના કોઈ રૂપે પહોંચી જ જાય છે. ગમે તેવી મોટી આફત આવી જાય પણ જે દેશમાં આવા સેવાર્થીઓ જાગૃત હોય ત્યાં મુસીબતો એ પણ ઘૂંટણ ટેકવી જ દેવા પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here