ભાવનગરમાં આર્મીની શારીરિક પરિક્ષા આપેલા ઉમેદવારોએ રેલી કાઢી, શર્ટ કાઢી કલેક્ટર કચેરીમાં પુશ અપ્સ કરી વિરોધ નોંધાવ્યો

ભાવનગરમાં આર્મીની ભરતી રદ થતા શારીરિક પરીક્ષા આપેલા ઉમેદવારોએ રેલી કાઢી ; ફિઝિકલ-મેડિકલ ભરતી પાસ કરેલા યુવાનોની આગેવાનીમાં કાળાનાળા ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી ; કોરોનાના બે વર્ષ પહેલા રદ થયેલી સેનાની મૂળ બાકી રહેલી લેખિત પરીક્ષા લાઇને ભરતી કરવા વિદ્યાર્થીઓની માંગ

બ્રિજેશ ગોસ્વામી
ભારતીય સેનામાં મેડિકલ અને ફિઝિકલ પરીક્ષા લીધા બાદ બે વર્ષથી લેખિત પરીક્ષા લેવામાં ન આવતા યુવાનોનું ભવિષ્ય રોળાયું છે. ભાવનગરમાં સેનાની ભરતીને લઇને યુવાનો લેખિત પરીક્ષાની માંગ સાથે રોડ પર ઉતર્યા છે. જેમણે કલેકટર કચેરી ખાતે શર્ટ ઉતારી પુશ અપ્સ કરી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનાં કારણે અગાઉ લેવામાં આવેલી સેનાની ભરતી રદ કરવાના નિર્ણયનો વિરોધનો કર્યો છે. આ યુવાનોએ સરકાર સમક્ષ ઉગ્ર દેખાવ કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી હતી.

પોતાની દેશમાં ભારત માતાની સેવા કરવા માટે વર્ષોથી મહેનત કરી રહેલા યુવાનોની સેનામાં ભરતીનાં સપના ચકનાચૂર થઈ ગયા છે, સરકાર દ્વારા અગ્નિપથ યોજનાના કારણે અગાઉ ની ભરતી રદ કરવામાં આવી હોવાથી યુવાનોમાં આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા છે ભાવનગરના અનેક યુવાનોએ ARO જામનગર દ્વારા લેવામાં આવેલ ફિઝિકલ તથા મેડીકલ ટેસ્ટ પાસ કર્યા બાદ લેખિત પરીક્ષા માટે વારંવાર બોલાવવામાં આવેલ પરંતુ કોઈના કોઈ કારણોસર પરીક્ષા છ વખત રદ કરવામાં આવી છે.

જેના કારણે ભારતીય સેના ભરતીમાં યુવાનોનું સપનું અધૂરું રહ્યું છે, આ સંદર્ભે અનેક વખત અગાઉ માજી સૈનિક ફાઉન્ડેશન તેમજ પાસ થયેલા યુવાનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તેનો નિર્ણય લેવામાં આવ્યો ન હોવાના કારણે સરકાર દ્વારા હાલમાં જ લાગુ કરવામાં આવેલ અગ્નિપથ યોજનાના કારણે અગાઉની સેના ભરતી ની પરીક્ષા રદ્દ થતા યુવાનોમાં સરકાર પ્રત્યે નિરાશા જોવા મળી રહી છે. ​​​​​​​સરકાર દ્વારા સેનાની ભરતીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના હજારો યુવાનો આર્મી અને એરફોર્સની બંને ટેસ્ટમાં મેડિકલ અને ફિઝિકલ પાસ થયા છે.

જેમાં ભાવનગરમાંથી પણ 500થી 700 યુવાનો આ ભરતીમાં જોડાયા હતા. પરંતુ કોઈના કોઈ કારણોસર સેના ભરતી અધૂરી રહી છે. તેવામાં ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજનાને લાગુ કરતાં જૂની ભરતી સ્થગિત કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓના બે વર્ષ બરબાદ થયા છે. સાથે જ આર્થિક અને શારીરિક રીતે પણ તેઓ ભાંગી પડ્યા છે. યુવાનોએ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પર પહોંચીને આવેદન આપી તેમની માંગને સંતોષવા સરકાર સમક્ષ ગુહાર લગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here