શહેર નાયબ પોલીસ અધિક્ષક ઠાકર સાહેબ સહિત પોલીસ જવાનોને સેનેટાઇઝર કીટનું વિતરણ

દર્શન જોશી
કોરોના વાયરસની ચેઇનને તોડવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશની પોલીસ ખડે પગે રાત દિવસ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની રક્ષા કરી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ શહેરમાં પ્રવેશ થતા તમામ પોઈન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ જવાનોની મદદ માટે અનેક સંસ્થાઓ દિવસ દરમ્યાન ચા પાણી ની વ્યવસ્થામાં આગળ આવી છે. આજે વિશ્વ હિન્દુ જાગરણ મંચ અને શ્રી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ફરજ નિભાવતા પોલીસ જવાનો અને જિ.આર.ડી સ્ટાફ માટે સેનેટાઇઝર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહીં સેવાભાવી યુવાનો દ્વારા શહેર નાયબ પોલીસ અધિક્ષક મનીષ ઠાકર સાહેબ ને કીટનું વિતરણ કરીને સેવકાર્ય નો આરંભ કર્યો હતો. આ ઉપરાંત આ યુવાટીમ દ્વારા રાત્રી સમય દરમ્યાન એટલે રાત્રે ૧૨ વાગ્યા પછી શહેરના જેટલા પોલીસ પોઇન્ટ ઉપર જવાનો ફરજ બજાવે છે જે રાત્રે શહેરને સુરક્ષિત રાખે છે તેમને માટે તેઓ રાત્રે નીકળીને પાણી અને તેમની સુરક્ષા માટે ખાસ માસ્ક અને સેનીટાઇઝર નું વિતરણ કરવા નીકળે છે.

આ યુવાનો પ્રસિદ્ધિ ની ઝંખના વગર શહેરને કોરોના સામે રક્ષણ પૂરું પાડતા પોલીસ જવાનોનો આભાર માનીને તેમની કામગીરીને સલામ કરે છે. આ કાર્યમાં અલ્પેશભાઈ શાહ, અનિરાજસિંહ કાઠી, કુમારભાઈ શાહ, કિશોરભાઈ રબારી, વિજયભાઈ જોગરણા, દિશાન્ત શાહ, કલ્પેશ જાધવ તેમજ તેમની ટિમ દ્વારા લોકડાઉન સુધી આ સેવા શરૂ રાખવાનો સંકલ્પ હાથ ધર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here