ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં યુવકની હત્યા, પ્રેમ પ્રકરણમાં બે યુવકોએ કરી સંજય મેર ની હત્યા.

મોડી રાત્રે વાતચીતના બહાને ઉઠાવી જઈ તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખી હત્યા કરી નાસી છુટ્યા, હત્યાની ઘટનામાં પોલીસે એક ને ઝડપી પાડ્યો, હજુ એક ફરાર જેની શોધખોળ શરુ છે.

હરેશ પવાર
ભાવનગરમાં ગત મોડી રાત્રીના એક યુવકનું પ્રેમ પ્રકરણમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા યુવકને ગત મોડીરાત્રીના બે યુવકોએ વાતચીતના બહાને ઉઠાવી જઈ બાદમાં પ્રેમ પ્રકરણ બાબતે ઉગ્ર બોલાચાલી થતા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા. પોલીસે આ ઘટનામાં એક ની ધરપકડ કરી છે.

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય સંજયભાઈ ધનજીભાઈ મેર નામના યુવક ને ગઈકાલ સાંજના સમયે મેહુલ બાબરિયા નામના યુવકે ફોન કરી અને બોલાવેલ અને તેની સાથે રહેલ અન્ય ઇસમો સાથે તેને જવેલર્સ સર્કલ થી બોરતળાવ જવાના રસ્તા પર લઈ જઈ અને તીક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી અને મોત ને ઘાત ઉતારી દઈ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા, આ બનાવના પગલે ભાવનગરના ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ માટે મોકલી અને મૃતકના ભાઈની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ યુવકની હત્યા પાછળ પ્રેમસબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે, મૃતક સંજય મેર ને એક સ્ત્રી સાથે પ્રેમસબંધ  હોય જે બાબતે હત્યા કરનાર મેહુલ બાબરીયાને મૃતક સાથે વારંવાર ઝઘડા થતા હતા, જો કે બન્ને ને બોલાવનો પણ વેવાર હોય જેને લઈને મૃતક ને મેહુલ બાબરીયાએ ફોન કરતા તે આવ્યો હતો અને બાદમાં અન્ય ઇસમે સાથે મળી અને સંજય મેર ને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા નીપજાવી દીધી હતી. પોલીસે આ ઘટનામાં એક યુવાનની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જયારે હજુ એક ઇસમ ફરાર છે જેની  પોલીસે શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here