ભાવનગરમાં ૭૦ વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવ્યો, હોસ્પિટલ સ્ટાફે તાળીઓનો ગડગડાટ સાથે રજા આપી

દર્શન જોશી
ભાવનગરમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૧૪ થઇ છે. જેમાં બેના મોત નીપજ્યા છે. ભાવનગરના ઘોઘારોડ જકાતનાકા પાસે રહેતા ૭૦ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેને સર ટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તબીબોની દિવસ-રાતની સઘન સારવાર બાદ વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો. આઇસોલેશન વોર્ડમાંથી વૃદ્ધને બહાર લાવવામાં આવ્યા ત્યારે હોસ્પિટલ સ્ટાફે તાળીઓનો ગડગડાટ કરી રજા આપી હતી.વૃદ્ધે હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. કોઇ ઇન્ફેક્શન ન લાગે તે માટે વૃદ્ધને હોમ ક્વોરન્ટીન કરાયા છે ભાવનગર માં કોરોના પોઝિટિવ નો એક દર્દી કોરોના મુક્ત થતા એક રાહત અને સારા સમાચાર નો અનુભવ થયો છે.

ગત તા.૨૯ નારોજ ઘોઘા રોડપર રહેતા જશુભાઈ જામ્બુચા નામના વ્યક્તિ ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કરાયો હતો આઇશોલેટેડ .જેની ૧૬ દિવસ ની સારવાર અને વ્યક્તિ નો જુસ્સો રંગ લાવ્યો હતો સાથે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ના ડોક્ટરો અને સ્ટાફ ની મહેનત રંગ લાવી હતી અને જશુભાઈ ની સારવાર બાદ ફરી ૨ વાર તેના રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ પળ ને ડોક્ટરોએ તાળીઓ પાડી વધાવી હતી. જ્યારે સ્ટાફ પણ ખુશ જોવા મળ્યો હતો.કોઈ જંગ માંથી જીત મેળવી હોય તેન જશું ભાઇ આજે આઇશોલેશન વોર્ડ માંથી બહાર આવ્યા હતા.જ્યારે આ દિવસ ભાવનગર નાડૉક્ટરો માટે નોંધનીય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here