હિન્દૂ મુસ્લિમ યુવાનો દ્વારા ભાવનગરમાં રોજજે ૧૫૦૦ જરૂરિયાત મંદ લોકોને તૈયાર ભોજન પોહચાડાઈ છે

બ્રિજેશ ગૌસ્વામી
૨૪ માર્ચથી શરૂ થયેલાં ૨૧ દિવસના લોકડાઉન પછી રાજ્ય-દેશના મોટા ભાગનો હિસ્સો ઠપ્પ થઈ ચૂક્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદીને લોકો પૂરો દિવસ ઘરમાં રહે છે, પણ આ લોકડાઉન શહેરના મજૂર વર્ગ માટે આફત લઈને આવ્યો છે. શહેરમાં રહે તો જીવન કેવી રીતે ટકાવવું તેની મુશ્કેલી છે અને બહાર નીકળે તો જડબેસલાક લોકડાઉન છે. આમાં પણ જે મજૂર વર્ગ બહારના લોકો આવીને કામ કરવા વસ્યા હોય તેમની સ્થિતિ દોજખભરી છે.

દેશમાં મોટા શહેરોમાં સ્થળાંતરણ કરીને કામ કરવા આવનારાં મજૂરો દયનીય સ્થિતિમાં મૂકાયા છે ત્યારે ભાવનગરમાં એક અનોખી માનવતા જોવા મળો છે એક અનોખી સેવાકીય પ્રવુતિ દેખાઈ આવી છે ભાવનગરના વડવામાં ગોરી શંકરજી તલાવડી ચોક પાસે હિન્દૂ મુસ્લિમ યુવકો દ્વારા રોજજે ૧૫૦૦ લોકોની રસોઈ બનાવવામાં આવે છે રસોઈ બનાવી દરેકના ઘર ઘર સુધી પોહચાડી આપવાની અહીં શ્રેષ્ટ કામગીરી શરૂ છે અહીં જહુરભાઈ જેજા, કમલેશભાઈ પંડ્યા, અફઝલભાઈ, પોચી, ઈરફાનભાઈ માલકાની, મેહુલભાઈ પ્રજાપતિ વગેરે યુવાનો સેવા આપી રહ્યા છે અને માનવતાની જ્યોતને દીપાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here