ભાવેણા સમાચારના સહયોગથી જુનિયર બચ્ચન પીનાકિન ગોહિલ માસ્ક બનાવે છે

શ્યામ જોશી
દેશ આખો કોરોના વાયરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે. મોટા મોટા ઉદ્યોગપતીઓ, સેલિબ્રિટી ઓ અને રાજકારણીઓ, ક્રિકેટરો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવી રહ્યા છે. તો ઘણા લોકો એવા છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રકમ જમા કરાવી રહ્યા છે. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે ત્યારે કોરોના સામે લડવાનું મૂળ હથિયાર માસ્ક પણ છે ત્યારે ભાવેણા ન્યુઝના તંત્રી દ્વારા ૧૦૫૧ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે અને જુનિયર બચ્ચન પીનકીન ગોહેલ દ્વારા બનાવાયા છે.

બજારોમાં શાકભાજી, ફ્રૂટ સહીત વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓને કોરોના વાયરસના સંક્રમણ વિષે માર્ગદર્શન આપવાની સાથે માસ્ક અને તીવ્ર તંગી અને ભાવપણ આસમાને હોવાથી લોકો માસ્ક પહેર્યા વગર રોજિંદી જિંદગી જીવી રહ્યા છે ત્યારે ફેરિયાઓ અને ફેરિયાઓના સંપર્કમાં આવનાર ગ્રાહકોમાં કોરોના પ્રસરતો અટકે તે માટે ૧૦૫૧ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જે માસ્ક જુનિયર બચ્ચન પીનાકીન ગોહિલ દ્વારા બનાવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here