૯૨ વર્ષીય વૃદ્ધ બાદ ૧૮ માસના બાળકને પણ કોરોના મુક્ત કરતી ભાવનગરની તબીબી ટીમ

દર્શન જોશી
ભાવનગરમાં આજે કોરોના ગ્રસ્ત ૨ દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી. ત્યારે ફરી એક વાર ભાવનગરના તબીબોએ સાબિત કરી આપ્યુ હતુ કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ તેમજ કારગર છે. અગાઉ ૯૨ વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીને સઘન સારવારના અંતે કોરોનામુક્ત કરવામા સફળ રહેલી મેડિકલ ટીમે આજે ૧૮ માસના બાળકને પણ કોરોનાના રોગમાથી મુક્ત કરી એક નવો કિર્તીમાન સર્જ્યો છે. મુળ રાજસ્થાનના વતની એવા અયાન ઈમરાનખાન શેખ નામના ૧૮ માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તા.૧૪ એપ્રીલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ.

જ્યાં મેડીકલ ટીમની સઘન સારવાર તેમજ શ્રેષ્ઠ સેવા જોવા મળી હતી. જેના પરિણામ સ્વરૂપે અયાને ૧૮ માસની કુમળી વયે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.ત્યારે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here