પાણીયાના અને બાંભણીયા સેવા સહકારી મંડળી દ્વારા સરકારી રાહતફંડમાં અનુદાન

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારીમાં લોકો દેશને આર્થિક રીતે મજબૂત કરવા લોકો સહાયનો ધોધ વરસાવી રહ્યા છે સમગ્ર દેશમાં સંસ્થાઓ આગેવાનો દાન માટે આગળ આવી રહ્યા છે ત્યારે પાનીયાણા અને બાંભણીયા સેવા સહકારી મંડળી. તા.ઘોઘા દ્વારા પીએમ રાહતફંડમાં ૨૫૦૦૦ અને મુખ્યમંત્રી રાહતફંડ માં ૨૫૦૦૦નું અનુદાન મંડળીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૫૦ હજારનું અનુદાન કરીને દેશ સેવામાં માટે આર્થિક ફાળો આપીને ઉમદા કાર્ય કર્યું છે..પદુભા ગોહિલ (નાના ખોખરા), સુરજીતસિંહ ગોહિલ, નારણભાઇ ડાંગર, વિજયભાઈ ડાંગર તથા માયાભાઈ ડાંગર વગેરે આગેવાનો હાજર રહીને જિલ્લા કલેકટરને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here